ગાંધીનગર: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા ઉપર પ્રતિબંધ મુક્યો છે, ત્યારે આ પ્રતિબંધના કારણે કેટલાક વિદ્યાર્થીઓને નુકસાન પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વિઝા પરના પ્રતિબંધના કારણે કેટલાક વિદ્યાર્થીઓને ભારત પાછું ફરવું પડે તેવી પરિસ્થિતિ અને સંજોગો ઊભા થયા છે.
આ બાબતે ભારત સરકાર પણ વિચારણા કરશે અને અમેરિકન સરકાર સાથે મંત્રણા કરીને કોઈને કોઈ રસ્તો નીકળશે તેવો વિશ્વાસ પણ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વ્યક્ત કર્યો હતો.
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વીઝા સ્થગિત કરવાની કરી જાહેરાત
- ભારત સહિત દુનિયાના આઈટી પ્રોફેશનલને મોટો ઝટકો
- સસ્પેન્શન વર્ષના અંત સુધી માન્ય રહેશે
ઉલ્લેખનીય છે કે, ભારતમાંથી લાખો જેટલા વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ અર્થે જાય છે, ત્યારે જો આ નિયમ લાગુ કરી દેવામાં આવશે, તો લાખો વિદ્યાર્થીઓને ભારત પરત ફરવું પડશે. જેથી તેમને આર્થિક રીતે પણ નુકસાન જશે. હવે ભાજપ સરકાર કઈ રીતના પગલા ભરશે તે જોવું રહ્યું.