- ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો
- મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કેસમાં વધારો
- હવે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પ્રવેશ માટે ટેસ્ટ જરૂરી
- ગુજરાતમાં પ્રવેશ માટે કોઈ ટેસ્ટ જરૂરી નહિ
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી રાત્રી કરફ્યૂ નિર્ણયના કારણે કોરોના સંક્રમણમાં ઘટાડો આવ્યો છે. છેલ્લા 15 દિવસની વાત કરવામાં આવે તો 300થી નીચે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે પરંતુ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કોરોના સંક્રમણમાં વધારો થતાં માહરાષ્ટ્ર અને કર્ણાટકની સરકાર દ્વારા રાજ્યમાં પ્રવેશ દરમિયાન ફરજિયાત ટેસ્ટ કરવાનો નિયમ કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાતમાં આવા કોઈ પણ પ્રકારનો નિર્ણય ન કરાયો હોવાની વાત સામે આવી રહી છે.
ફક્ત આંતરરાષ્ટ્રીય પેસેન્જર એરપોર્ટ પર ટેસ્ટ કરવાનું ફરજીયાત
ગુજરાતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જ વાત કરવામાં આવે તો અમદાવાદ સુરત અને રાજકોટમાં આજે પણ પેસેન્જર વિદેશથી આવે તે પેસેન્જરે ફરજિયાત રીતે એરપોર્ટ પર કોરોનાનું ટેસ્ટ કરાવવું ફરજિયાત રહેશે. જ્યારે આંતરરાજ્ય મુસાફર માટે રાજ્ય સરકારે કોઇ જ પ્રકારનો નિર્ણય અને નિયમ કરવામાં આવ્યો નથી. કોઈ પણ રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ કરવા માટે કોઈ પ્રકારનો ટેસ્ટ ફરજીયાત ન હોવાનું પણ સામે આવ્યું છે.
ગુજરાતમાં કોરોના સંક્રમનમાં સતત ઘટાડો
ગુજરાતમાં કોરોનાની જો વાત કરવામાં આવે તો વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રોજ 250ની આસપાસ જ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે રિકવરી રેટમાં 97 ટકા ઉપર પહોંચ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં અત્યારે 1600 જેટલા જ પોઝિટિવ કેસ છે, ત્યારે ગુજરાતમાં કોરોના સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જ્યારે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 કલાક સુધીનો રાત્રી કર્ફ્યુ પણ અમલી કરવામાં આવ્યો છે. જે છેલ્લા બે મહિનાથી અમલમાં છે.
8 લાખથી વધુ લોકોની રસીકરણ થયું
આરોગ્ય વિભાગ દ્વારા આજે રસીકરણ બાબતે માહિતી આપવામાં આવી હતી જેમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે જેમાં 19 ફેબ્રુઆરીના રોજ કુલ 315 કેન્દ્ર પર 1235 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં કુલ 8,09,893 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.