- 24 કલાક કાર્યરત રહે તે માટે રૂપિયા 257 કરોડ રૂપિયાના રોકાણથી પ્લાન્ટ બનાવવામાં આવ્યો
- ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા અમૂલ સહકારીતા ક્ષેત્રે આગળ વધશે
- પ્રોજેક્ટ્સમાં રૂપિયા 415 કરોડનું રોકાણ કરાયું
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહ(Union Home Minister Amit Shah) ગુજરાતની મુલાકાતે આવ્યા હતા(Amit Shah on a visit to Gujarat). આ દરમિયાન તેમને ગાંધીનગરનાં ભાટ પાસે અમૂલની ઉત્પાદન ક્ષમતા વધારતા મિલ્ક પાઉડર, બટર પ્લાન્ટ અને પેકેજીંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું(Inauguration of Amul production capacity enhancing 4 plants) હતું. આ સાથે વેરહાઉસિંગ સુવિધા પ્લાન્ટનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું હતું. ડેરી દ્વારા આ ચાર પ્રોજેક્ટ્સમાં રૂપિયા 415 કરોડનું રોકાણ કરાયું છે. આ દરમિયાન દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં સૌથી વધુ દૂધ જમા કરાવનારને સન્માનિત કરાયા હતા.
ખાતર શરીરને પણ બગાડે છે જેનાથી કેન્સર જેવી બિમારી પણ થઈ શકે
કેન્દ્રીય પ્રધાન અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ખાતરના કારણે જમીન બગડી રહી છે અને ખાતર શરીરને પણ બગાડે છે જેનાથી કેન્સર જેવી બિમારી પણ થઈ શકે છે. ઓર્ગેનિક અને ખાતરવાળા પાકનો એક સરખો ભાવ છે જેનાં 3 ગણા ભાવ મળી શકે છે પરંતુ માર્કેટિંગ નથી થઈ રહ્યું. જેથી અમૂલને આ દિશામાં આગળ વધવા અને રિસર્ચ કરવા માટે નિવેદન કર્યું હતું. માર્કેટિંગ માટે ચેન બનાવવાની ટેકનિક ઊભી કરવી પડશે. અમૂલ પાસે લેબોરેટરી છે જેનાથી માર્કેટિંગમાં મહારત હાસલ કરી શકાય છે. કુદરતી ખેતીમાં દેશમાં 2 લાખથી વધુ ખેડૂતો જોડાયા છે.
આ પણ વાંચો : અમિત શાહે કર્યું અમુલના 3 પ્લાન્ટનું ઉદ્ઘાટન, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
અમૂલ વિકસિત થાય અને જરૂરિયાત પૂરી કરવા પ્લાન્ટનું કરાયું ઉદ્ઘાટન
અમિતશાહે વધુમાં કહ્યું કે, અમૂલ વિકસિત થાય અને જરૂરિયાત પૂરી કરવા આ ઉદ્ઘાટન કરાયું છે. ઉદ્ઘાટન થતા અમૂલ સૌથી વધુ મિલ્ક પાઉડરનું ઉત્પાદન કરી રહ્યું છે. દેશમાં આર્થિક મોડલ કયુ ફીટ થશે તે જાણવા ઘણાને સમય થયો છે અને ફેલ પણ થયા છે. 130 કરોડની આબાદીના દેશમાં સહકારીતા જ આર્થિક મોડલ હોઇ શકે છે. આ વાત વડાપ્રધાને સાબિત કરી છે અને આ વિભાગ શરૂ કર્યો છે. અમૂલ ગુજરાતનું ગૌરવ છે. આ સહકારીતામાં 36 લાખ બહેનો અત્યારે જોડાયેલી છે. સહકારીતા વિભાગ શરૂ થયો ત્યારે ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા હતાં. પરંતુ સહકારીતાથી અનેક લોકોને જોડી શકાયા હતાં. 36 લાખ બહેનો મળીને 53 હજાર કરોડનું ટર્ન ઓવરનું કારણે બને છે એ મોટી વાત છે.
150 મેટ્રિક ટન દૂધનો પાઉડર બનશે
GCMMFના MD આર.એસ. સોઢીએ કહ્યું કે, ઓર્ગેનિક ક્ષેત્રે અમે આગળ વધી રહ્યા છીએ. ગુજરાતમાં જિલ્લા લેવલે અમે મિટિંગ રાખી કયા જિલ્લામાં ઓર્ગેનિક વેજીટેબલ થાય છે, કઈ રીતે ખેડૂતોને ભેગા કરી આગળ વેચવું તેનું પ્લાનિંગ થઈ રહ્યું છે. ઓર્ગેનિક માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવું પડશે તેમને ફાયદો થશે તો આ જોઈ બીજા ખેડૂતો આવશે અને ધીમે ધીમે માર્કેટ આગળ વધશે. એશિયાના સૌથી મોટો મિલ્ક પાઉડર પ્લાન્ટ કે જેમાં દરરોજ 15 લાખ લિટર દૂધથી, 150 મેટ્રિક ટન દૂધનો પાઉડર બનશે. જેનાથી દૂધથી પાવડર બનાવવાનો ખર્ચ અડધો થઈ જશે. આ ઉપરાંત 40 હજાર મેટ્રિક ટન પોલીથીન વર્ષમાં બનશે. આ કરવા પાછળનું કારણ ટેકનોલોજી થી સ્પીડ વધશે અને વધુ દૂધ ખેડૂતો પાસેથી લઇ ભારત અને વિશ્વમાં પહોચતું કરીશું. ગત વર્ષે 53 હજરા કરોડ ટર્ન ઓવર થયું હતું. 2025 સુધી અમૂલનું ટર્ન ઓવર 1 લાખ ટન થશે.
આ પણ વાંચો : અમિત શાહ આજે અમુલના નવા મિલ્ક પાઉડર અને પોલિફિલ્મ પ્લાન્ટ્સનું કરશે ઉદ્ઘાટન
ઉત્પાદન ક્ષમતા વધારતા અમૂલના 4 નવા પ્લાન્ટની આ છે વિશેષતાઓ
દૂધ પાઉડર પ્લાન્ટ એવા મિલ્ક હેન્ડલિંગની ક્ષમતા દૈનિક 50 લાખ લિટરની છે. દૈનિક 150 ટનની ક્ષમતા ધરાવતો નવો અલ્ટ્રા-મોડર્ન મિલ્ક પાવડર પ્લાન્ટ સ્થાપિત કરી ડેરીની ક્ષમતા દૈનિક 35 લાખ લિટરથી વધારીને 50 લાખ લિટર કરવામાં આવી છે.
24 કલાક કાર્યરત રહે તે માટે રૂપિયા 257 કરોડ રૂપિયાના રોકાણથી આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.
અમૂલફેડ ડેરીના બટર ઉત્પાદન ક્ષમતા હવેથી દૈનિક 40 ટનથી ત્રણ ગણી વધારીને 130 ટન થશે. આ પ્લાન્ટ રૂપિયા 85 કરોડના રોકાણ સાથે બનાવવામાં આવ્યો છે.
નવી રોબોટિક હાઇટેક વેરહાઉસિંગ સુવિધાનું ઉદ્ઘાટન પણ કેન્દ્રીય પ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. જેને રૂપિયા 23 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે, દૂધ બગડે નહીં તે રીતે 50 લાખ લિટર દૂધને કાર્ટન પેકેજિંગમાં રાખી શકાશે.
કેન્દ્રીય સહકાર પ્રધાને ગાંધીનગરમાં અમૂલફેડ ડેરીના નવા પોલિ ફિલ્મ પેકેજિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. જેનાથી પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 20,000 ટનથી બમણી થઈ 40,000 ટન થશે ભારતનો સૌથી મોટો પોલિ ફિલ્મ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બન્યો છે. જેમાં રૂ.50 કરોડનું રોકાણ કરાયું છે.