ETV Bharat / city

કોરોના સંક્રમણ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધન સાથે રાજ્યના આરોગ્ય પ્રધાનની વીડિઓ કોંફરન્સ યોજાઈ - video conference with Gujarat Health Minister

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલ કોરોના વાઈરસ સંદર્ભે તથા આગામી તહેવારોમાં કોરોનાનું સંક્રમણ વધે નહી એ માટે પૂરતી તકેદારી સાથે કામ કરવા માટે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નીતિન પટેલ સાથે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરી હતી. તેમણે રાજ્ય સરકારે કરેલી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. આ કોન્ફરન્સમાં રાજ્યના વિવિધ જિલ્લાના કલેકટરો પણ જોડાયા હતા.

કોરોના સંક્રમણ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધન સાથે રાજ્યના આરોગ્ય પ્રધાનની વીડિઓ કોંફરન્સ યોજાઈ

author img

By

Published : Oct 20, 2020, 1:42 AM IST

  • કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધને કરી વિડિઓ કોંફરન્સથી ચર્ચા
  • ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ મુદ્દે કરાઈ ચર્ચા
  • રાજ્યના આરોગ્યપ્રધાન નીતિન પટેલ અને જિલ્લા કલેક્ટરો પણ જોડાયા બેઠકમાં
  • દિવાળી અને તહેવારોમાં સંક્રમણ ના ફેલાય તે માટે સરકારનો પ્લાન તૈયાર

ગાંધીનગર: રાજ્યમાં આગામી સમયના તહેવારોમાં કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે કેન્દ્રીય આરોગ્ય પ્રધાને ગુજરાતના આરોગ્ય પ્રધાન સાથે કોરોના બાબતે વાતચિત કરી હતી. કેન્દ્રીય આરોગ્યપ્રધાને કોન્ફરન્સનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે ગુજરાતે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શ્રેષ્ઠ કામગીરી કરી છે. આગામી તહેવારોમાં પણ પૂરતી તકેદારી અને SOP અનુસાર જનજાગૃતિ સાથે કામગીરી કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે સંક્રમણને અટકાવવા માટે જે દ્રઢ નિર્ણયો લીધા છે તેના પરિણામે આ સફળતા મળી છે. ગુજરાત સરકારે ધન્વંતરી રથ દ્વારા ઘરઆંગણે જ સારવાર આપવાનો નવતર આયામ હાથ ધર્યો છે તે દેશ માટે નવી રાહ ચીંધનારો છે.

કેન્દ્ર આરોગ્ય પ્રધાન સાથે સંક્રમણ બાબતે વાતચિત

આરોગ્યપ્રધાન નીતિન પટેલે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે લીધેલા પગલાઓની માહિતી આપતા કહ્યું કે, icmrની ગાઈડલાઈન મુજબ ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ જ્યારથી રાજ્યમાં પ્રથમ કેસ નોંધાયો ત્યારથી ચિંતિત થઈને દરરોજ તેમના અધ્યક્ષ પદે કોર કમિટીની બેઠક યોજે છે અને અનેકવિધ જનહિત લક્ષી નિર્ણય લે છે. જેના પરિણામે રાજ્યમાં સંક્રમણને ફેલાતું અટકાવવામાં સફળતા મળી છે.

રાજ્યમાં રિક્વરી રેટ 88.22 ટકા

રાજ્ય સરકારના અસરકારક પગલાઓને પરિણામે આજે રાજ્યમાં રિકવરી રેટ 88.22 ટકાએ પહોંચ્યો છે. જ્યારે ટેસ્ટિંગમાં પણ WHOની ગાઈડલાઈન અનુસાર પ્રતિ મિલિયન પ્રતિ દિવસ 140 હોવા જોઈએ તેની સામે રાજ્યમાં પ્રતિ મિલીયન પ્રતિ દિવસ સાતથી આઠ ગણા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. પ્રતિદિન ટેસ્ટિંગની ક્ષમતા વધારી 75 હજાર સુધી ટેસ્ટિંગ કરી છે. રાજ્યના સરકારી-ખાનગી તબીબો સહિત મેડિકલ પેરામેડિકલ સ્ટાફ લોકોના ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરે છે અને માર્ગદર્શન આપે છે. ધનવંતરી રથ દ્વારા પણ શહેરો-ગામડાના ગરીબ વિસ્તારોમાં ત્વરિત સારવાર આપવામાં આવી રહી છે.

કોરોના સંક્રમણ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધન સાથે રાજ્યના આરોગ્ય પ્રધાનની વીડિઓ કોંફરન્સ યોજાઈ
કોરોના સંક્રમણ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધન સાથે રાજ્યના આરોગ્ય પ્રધાનની વીડિઓ કોંફરન્સ યોજાઈ

સુપ્રીમ કોર્ટનો ગુજરાત મોડલ અપનાવવા અન્ય રાજ્યોને અનુરોધ

પટેલે વધુમાં જણાવ્યું કે કોરોનાના કપરા કાળમાં શરૂઆતમાં બેડ કેપીસીટિ ઓછી હતી તે ઉતરોતર વધારીને તમામ જિલ્લા મથકોએ કોવિડ ડેઝીગનેટેડ હોસ્પિટલો બનાવી સાથે સાથે ખાનગી હોસ્પિટલમાં પણ સરકારે બેડ એક્વાયર કરીને સારવારનો ખર્ચ સરકારે ઉપાડીને વિનામૂલ્યે સારવાર ખાનગી હોસ્પિટલમાં આપી છે. જેના લીધે સરકારી હોસ્પિટલમાં ભારણ ઘટ્યું અને ત્વરીત સારવાર મળી. રાજ્યના ખાનગી તબીબો મેડીકલ એસોસિએશનો તથા સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ વ્યાપક સહયોગ મળતા સંક્રમણ અટકાવી શક્યા છીએ. રાજ્ય સરકારે કરેલી કામગીરીની સુપ્રીમ કોર્ટે પણ સરાહના કરીને ગુજરાત મોડલ અપનાવવા અન્ય રાજ્યોને અનુરોધ કર્યો છે.

કેન્દ્ર સરકારનું સમયાંતરે માર્ગદર્શન

કેન્દ્ર સરકાર દ્વારા પણ વખતોવખત માર્ગદર્શન મળ્યુ એની સાથે સાથે મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ માટે પૂરતી કીટ, માસ્ક તથા ટેસ્ટિંગ માટે લેબોરેટરીની મંજૂરીઓ મળતા ટેસ્ટીંગની ક્ષમતા વધી છે. જેનો સીધો ફાયદો નાગરિકોને મળ્યો છે. અમદાવાદ શહેરમાં પ્રવેશના તમામ માર્ગોની બોર્ડર પર A.M.C. દ્વારા ટેન્ટ લગાવીને ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.

તહેવારોને લઇને તકેદારી

હાલ રાજ્યમાં આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે પણ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પૂરતી તકેદારી રખાશે. જનહિત માટે અમે જે દ્રઢ નિર્ણયો કરીએ છીએ એમાં પ્રજાકીય સહયોગ પણ વ્યાપક મળી રહ્યો છે. એના કારણે આ સફળતા મળી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સધન આયોજન કરી પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે અને દરેક નાગરિક સુધી પહોંચવાનો અમારો પ્રયાસ છે. રાજ્ય સરકારે જનજીવન પૂર્વવ્રત બને એ માટે જે નિર્ણયો લીધા છે. તેના પરિણામે અર્થતંત્રમાં સુધારો આવી રહ્યો છે. ઉધોગ, ધંધા, ખેતીના વ્યવસાય પણ રાબેતા મુજબ શરૂ થયા છે. આગામી ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીની શરૂઆતમાં વેક્સીન મળવાની સંભાવના છે. એ સૌ દેશવાસીઓ માટે ગૌરવરૂપ છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની પાંચ હોસ્પિટલોને ટ્રાયલ માટે જે મંજૂરી આપવામાં આવી છે. એ દિશામાં પણ સરકારે હકારાત્મક કામગીરી શરૂ કરી દીધી છે. આમ, સમગ્રતયા રાજ્ય સરકાર સંક્રમણ વધે નહીં એ માટે પૂર્ણાતયા પ્રયાસો કરી રહી છે અને આગામી સમયમાં પણ પ્રયાસો કરશે જેનો સીધો લાભ નાગરિકોને થશે.

અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી

આ બેઠકમાં આરોગ્ય સચિવ જયંતિ રવીએ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી. આ વેળાએ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિ, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તમામ જિલ્લાના કલેક્ટર તથા ઉચ્ચ અધિકારીઓએ સહભાગી થઇને માહિતી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.