કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ ગુજરાતની મુલાકાતે
ગિફ્ટ સીટીના વિકાસ બાબતે 7 અધિકારી સાથે કરશે બેઠક
ગિફ્ટ સિટીમાં બેઠકમાં આ મુદ્દે થશે ચર્ચા
ગાંધીનગર: કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામણ (Union Finance Minister Nirmala Sitharaman ) ગુજરાતની એક દિવસની મુલાકાતે છે, ત્યારે ગાંધીનગરની ગિફ્ટ સિટી (Gujarat gift city )માં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ના વિકાસ અને વૃદ્ધિના મુદ્દાઓ પર ચર્ચાનું આયોજન કરાયું છે. આ ચર્ચા નાણાં મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સાત સચિવોની ટીમ સાથે કરાશે, જેનું નેતૃત્વ નિર્મલા સીતારમણ કરશે. આ બેઠકમાં રાજ્યકક્ષાના પ્રધાનો પંકજ ચૌધરી અને ડૉ.ભાગવત કિશનરાવ કરાડ પણ આ ચર્ચામાં જોડાશે.
ક્યાં મુદ્દે થશે ચર્ચા
ભારતીય કોર્પોરેટ માટે વૈશ્વિક નાણાકીય સેવાઓના પ્રવેશદ્વાર તરીકે GIFT-IFSCની ભૂમિકા, વૈશ્વિક નાણાકીય વ્યવસાયને ભારત તરફ આકર્ષિત કરવા અને ફિનટેક વૈશ્વિક હબ તરીકે વૃદ્ધિ જેવા ત્રણ મુદ્દા પર આ ચર્ચા થશે. આ દરમ્યાન કેન્દ્રીય નાણાપ્રધાન GIFT સિટી ખાતે મુખ્ય માળખાકીય સુવિધાઓની પણ મુલાકાત (Nirmala Sitharaman meeting in gandhinagar ) લેશે અને IFSCમાં હાજરી ધરાવતા વિવિધ હિતધારકો અને એકમો સાથે વાર્તાલાપ કરશે. આ મુલાકાત GIFT-IFSCને ભારતના પ્રીમિયર ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર તરીકે વિકસાવવા અને ભારતમાં તેમજ ભારત બહાર વૈશ્વિક નાણાકીય પ્રવાહ માટે પ્રબળ ગેટવે તરીકે ભારત સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
ગિફ્ટ સિટીમાં બનશે હાઉસિંગ સ્કીમ
મહત્વની વાત કરવામાં આવે તો ગિફ્ટ સિટીને વિકસાવવા માટે આસપાસના વિસ્તારમાં હાઉસિંગ સ્કીમ પણ તૈયાર કરવામાં આવશે, જ્યારે સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગિફ્ટ સિટી ગાંધીનગરનો એવો વિસ્તાર તૈયાર કરવામાં આવશે જેથી સામાન્ય લોકો પણ પોતાનું ઘર અહીંયા ખરીદી શકે તે બાબતની પણ રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચો: વર્લ્ડ ઇકોનોમીના 'મોટા ખેલાડી' બનવા ભારતને SBI જેવી 4-5 બેંકોની પડશે જરૂર
આ પણ વાંચો: નાણાપ્રધાને બેંકના કર્મચારીના પેન્શન અંગે કહી આ વાત, થશે ફાયદો...