ગાંધીનગર: કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અગાઉ કોરોના મહામારી પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં હતા. ત્યારે આજે કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જ્યારે હજુ 5 ધારાસભ્યો રજીનામાં આપે તેવી પણ શકયતાઓ દર્શાવવામાં આવી રહી છે.
કોંગ્રેસના વધુ 2 ધારાસભ્યોના રાજીનામા, વિધાનસભા અધ્યક્ષે કર્યો સ્વીકાર - અક્ષય પટેલ રાજીનામું
રાજ્યસભાની ચૂંટણીને લઈ ફરી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છેડાઈ છે. એવામાં આજે કોંગ્રેસના બે ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામાંનો સ્વીકાર કર્યો છે.
Rajendra trivedi
ગાંધીનગર: કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અગાઉ કોરોના મહામારી પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં હતા. ત્યારે આજે કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જ્યારે હજુ 5 ધારાસભ્યો રજીનામાં આપે તેવી પણ શકયતાઓ દર્શાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, 26 માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પહેલા પણ કોંગ્રેસના પાંચ સભ્યોએ રાજીનામા આપ્યા હતા. પરંતુ કોરોના મહામારીના કારણે ચૂંટણી રદ થઈ હતી. હવે 19 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે વધુ 2 કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આમ, રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના કુલ 7 ધારાસભ્યોએ રાજીનામા વિધાનસભા અધ્યક્ષને સુપરત કર્યા છે.

Last Updated : Jun 4, 2020, 5:11 PM IST