ETV Bharat / city

ટાટાએ હવે આ કંપનીને કરી ઓવરટેક, ગાંધીનગરમાં થયા ત્રિપક્ષીય MoU - વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટ

ગાંધીનગરમાં ગુજરાત સરકાર, ટાટા મોટર્સની સબસિડિયરી ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ અને ફોર્ડ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર (Gujarat Government MoU with Tata Motors subsidiary company) પૂર્ણ થયા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કરાર કરવામાં આવ્યા હતા.

તાતાએ હવે આ કંપનીને કરી ઓવરટેક, ગાંધીનગરમાં થયા ત્રિપક્ષીય MoU

author img

By

Published : May 30, 2022, 11:51 AM IST

Updated : May 30, 2022, 12:08 PM IST

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાત સરકાર, ટાટા મોટર્સની સબસિડિયરી તાતા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ અને ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર પૂર્ણ થયા હતા. તેમાં ગુજરાત સરકારે વર્ષ 2011માં ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે કરેલા સ્ટેટ સપોર્ટ એગ્રિમેન્ટના અનુસંધાને તથા તાતા મોટર્સની પેટા કંપની તાતા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ વચ્ચે થયેલી સમજૂતીના સંદર્ભમાં આ ત્રિપક્ષીય સમજૂતી કરાર (Gujarat Government MoU with Tata Motors subsidiary company) કરવામાં આવ્યા હતા. એટલે હવે તાતા મોટર્સ લિમિટેડ ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો સાણંદ પ્લાન્ટની (Sanand Ford Motors Plant) બધી જ જમીન, બિલ્ડીંગ અને વ્હીકલ એસેમ્બલી, પ્લાન્ટની મશીનરી સાથે હસ્તગત કરશે.

તાતાએ હવે આ કંપનીને કરી ઓવરટેક
તાતાએ હવે આ કંપનીને કરી ઓવરટેક

ફોર્ડ હવે ટાટા - ફોર્ડ ઇન્ડિયા લિમિટેડ અને તાતા મોટર્સ વચ્ચે થયેલા કરાર મુજબ, હવે ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટના તમામ કર્મચારીઓને તાતા મોટર્સમાં સમાવી લેવાશે. ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાણંદ ખાતેના પ્લાન્ટમાં એન્જિન ઉત્પાદન યથાવત્ રાખશે. આ હેતુસર તાતા મોટર્સ તેમને લીઝ પર જમીન ઉપલબ્ધ કરાવશે. તેમાં ગુજરાત સરકાર નિયમાનુસાર જરૂરી પરવાનગીઓ માટે મદદરૂપ બનશે. આ સિવાય પાણી, વીજળી, એફ્લ્યુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ જેવી કોમન ફેસિલિટીઝ પણ તાતા મોટર્સ અને ફોર્ડ ઈન્ડિયા ઉપયોગ કરી શકે તે માટે સહયોગ આપશે.

ગાંધીનગરમાં થયા ત્રિપક્ષીય MoU
ગાંધીનગરમાં થયા ત્રિપક્ષીય MoU

આ પણ વાંચો- kaushalya Vardhan Kendra : ત્રણેય યોજનાઓ લાગુ કરી આદિવાસી ભણતા થયા : CM ભૂપેન્દ્ર પટેલ

90 દિવસમાં નિર્ણય થયો - રાજ્ય સરકારે આ મામલે 90 દિવસમાં નિર્ણય લીધો હતો. ત્યારે આ MoU કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાતા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ સાણંદ ખાતેના ફોર્ડ પ્લાન્ટની તમામ જમીન, બિલ્ડીંગ, ફોર્ડ વ્હીકલ મેન્યુફેકચરિંગ ફેસિલિટીના પ્લાન્ટ, મશીનરી અને તેના તમામ કર્મચારીઓને સ્વીકારશે. આ સૂચિત હસ્તાંતરણથી મોટા પ્રમાણમાં બેરોજગારી સર્જાવાનો પ્રશ્ન પણ અટકાવી શકાશે. ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનની શરૂઆત (Commencement of production of electric vehicles in Gujarat) થશે અને પર્યાવરણપ્રિય ગ્રીન મોબીલીટીની પહેલમાં ગુજરાત અગ્રેસર (Environmentally friendly green mobility initiative) રહેશે.

ફોર્ડ હવે ટાટા
ફોર્ડ હવે ટાટા

આ પણ વાંચો- આ જગ્યાએ આવીને કેરી ખાઈને નહીં પણ જોઈને જ ધરાઈ જશો, CMએ મહોત્સવનો કર્યો પ્રારંભ

આટલા કર્મચારીઓ થયા તાતા કંપનીના - ફોર્ડ મોટર્સના પ્લાન્ટમાં (Sanand Ford Motors Plant) 3,043 લોકોને સીધી રોજગારી અને અંદાજે 20,000 જેટલી આડકતરી રોજગારી આપવામાં આવે છે. આ પ્લાન્ટ બંધ થવાથી અંદાજે 25,000 જેટલા લોકો રોજગારી ગુમાવે. તે રાજય સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો હતો. આ ઉપરાંત આ પ્લાન્ટને સ્પેરપાર્ટસ પૂરા પાડતા એન્સિલરી એકમો પણ બંધ થશે અને તેમાં કામ કરતા કામદારોની રોજગારી ઉપર પણ અવડી અસર પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ સૂચિત હસ્તાંતરણથી હવે તે પ્રશ્નનું નિવારણ આવી શકશે, જે હવેથી આ તમામ કર્મચારીઓ તાતા મોટર્સ કંપનીના બન્યા છે.

કેટલી જમીન પર હતી ફોર્ડ કંપની - કુલ 460 એકર જમીનમાં વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટ (Vehicle assembly plant) (350 એકર) અને એન્જિન પ્લાન્ટ (110 એકર) વિસ્તારમાં આવ્યા છે. તાતા મોટર્સ દ્વારા તેની સબસિડિઅરી તાતા પેસેન્જર ઇલેક્ટ્રીક મોબિલિટી લિમિટેડ તરફથી સાણંદ ખાતેના ફોર્ડ કંપીનીના પ્લાન્ટની (Sanand Ford Motors Plant) કામગીરી હસ્તગત (Acquire) કરવા વિધિસર દરખાસ્ત કરવામાં આવી છે.

આ લોકોએ કર્યા હસ્તાક્ષર- હવે ફોર્ડ ઇન્ડિયાના સાણંદ પ્લાન્ટના (Sanand Ford Motors Plant) કર્મચારીઓનો ઊભો થનારો બેરોજગારીનો પ્રશ્ન પણ આ સૂચિત હસ્તાંતરણથી નિવારી શકાશે અને સ્થાનિકોને પણ રોજગારીના અવસર મળશે. આ ત્રિપક્ષીય સમજૂતી કરાર પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા, તાતા મોટર્સના MD શૈલેષ ચંદ્રા તેમ જ ફોર્ડ ઇન્ડિયાના ટ્રાન્સફર્મેશન ઓફિસર અને કન્ટ્રી હેડ બાલાસુંદરમએ હસ્તાક્ષર કર્યા હતા.

Last Updated : May 30, 2022, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.