ગાંધીનગર : સમગ્ર દેશમાં આજે શહીદ દિવસના ઉપલક્ષમાં શોકાંજલિ (Tribute to the martyrs in the Gujarat Assembly)આપવામાં આવી રહી છે. આઝાદીમાં મહત્વનો ફાળો આપનાર ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ અને લોકો યાદ કરી રહ્યા છે .ત્યારે આજે વિધાનસભાગૃહમાં અધ્યક્ષ નીમાબેન આચાર્યએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા દરમિયાન આંખમાંથી આંસુ (Gujarat Assembly Speaker Nimaben Acharya)આવી ગયાં હતાં. જ્યારે પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ પણ ઝઘડા થયા હતાં અને ત્યારબાદ બે મિનિટનું મૌન આપીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
આ પણ વાંચોઃ Ramnath Kovind Gujarat Visit : રાષ્ટ્રપતિ કોવિંદના વિધાનસભામાં સંબોધન મુદ્દે અધ્યક્ષે કરી મહત્વની જાહેરાત
1 કલાકમાં માહોલ બદલાયો - વિધાનસભા ગૃહની વાત કરવામાં આવે તો 12:00 વિધાનસભાગૃહની શરૂઆત થઇ હતી અને પ્રથમ કલાકમાં પ્રશ્નોત્તરી યોજાઇ હતી. જ્યારે પ્રશ્નોત્તરી બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ શોકાંજલિનો સંદેશ (Tribute to the martyrs in the Gujarat Assembly)પાઠવ્યો હતો ત્યારે વિધાનસભા ગૃહમાં એકદમ સન્નાટો છવાઈ ગયો હતો. બંને પક્ષના ધારાસભ્યોએ શ્રદ્ધાંજલિ આપીને બે મિનિટનું મૌન પણ પાળ્યું હતું.
આ પણ વાંચોઃ Multimedia Show In Ahmedabad: અમદાવાદમાં 23 અને 24 માર્ચે શહીદ દિવસ નિમિત્તે મલ્ટીમીડિયા શો યોજાશે
શું હતો પ્રસ્તાવ - રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે 23 માર્ચનો દિવસ ભારતના ઇતિહાસનો એક અવિસ્મરણીય અને ગૌરવવંતો દિવસ છે. ભારતને 1947માં બ્રિટીશરો પાસેથી સ્વતંત્રતા મળી. પરંતુ આ એટલું સહેલું ન હતું અને આઝાદીની પ્રાપ્તિ માટે લોકોએ પોતાનો જીવ આપ્યો હતો. આ દિવસે જ યુવા ક્રાંતિવીરો વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને બ્રિટિશ સલ્તનતે ફાંસીને માંચડે લટકાવી દીધાં હતાં. હું નોંધનીય છે કે બ્રિટિશ સિપાહીઓએ દ્વારા લાલા લજપતરાય ઉપર થયેલા લાઠીચાર્જના જવાબમાં બ્રિટિશ પોલીસ અધિકારીઓને ઠાર કરેલા અને આ ક્રાંતિકારીઓએ કેટલાક સાહસિક કાર્યો કર્યા અને 8 એપ્રિલ 1929ના રોજ એસેમ્બલી પર બોમ્બ ફેંક્યા તેમજ ઇન્કલાબ ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતાં. આમ વિધાનસભાગૃહમાં તે સમયના ઇતિહાસને પણ યાદ કરવામાં આવ્યો હતો.