ETV Bharat / city

Tribute In Gujarat Assembly: ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે આશા બેન પટેલને આપવામાં આવી શ્રદ્ધાંજલિ - ગુજરાત વિધાનસભાના સભ્ય

14મી ગુજરાત વિધાનસભાના 10માં સત્રના પ્રથમ દિવસે વિધાનસભા (Tribute In Gujarat Assembly)માં શોકગ્રસ્ત ઉલ્લેખો CM ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ સ્વર્ગવાસ આશાબેન પટેલ સાથેના દિલ્હીના સ્મરણો યાદ કર્યા હતા.

Tribute In Gujarat Assembly: ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે આશા બેન પટેલને આપવામાં આવી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Mar 3, 2022, 10:35 PM IST

ગાંધીનગર: વિધાનસભા (Tribute In Gujarat Assembly)ના આજના પ્રથમ દિવસે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 14મી ગુજરાત વિધાનસભાનાં 10માં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે શોકદર્શક ઉલ્લેખમાં સ્વ. લતા મંગેશકર, ગુજરાત વિધાનસભાના સભ્ય સ્વ. આશા બેન દ્વારકાદાસ પટેલ, ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યકક્ષાના પ્રધાન સ્વ. પ્રતાપસિંહ પટેલ, સ્વ. વ્રજલાલ દુર્લભજી જાની, સ્વ. અમૃતલાલ પટેલ, સ્વ. ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા ગુજરાત રાજ્યના પૂર્વ સભ્ય એવા સ્વ. અંબાલાલ ઉપાધ્યાય, સ્વ. જગદીશ ડામોર, સ્વ. જોરુભા ચૌહાણના અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરીને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

અધ્યક્ષ નિમાબેન આચાર્યએ આશાબેન પટેલ સાથેના સ્મરણો વ્યક્ત કર્યા

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ (Speaker of Gujarat Legislative Assembly) નીમાબેન આચાર્યએ સ્વર્ગવાસ આશાબેન પટેલ સાથેના દિલ્હીના સ્મરણો યાદ કર્યા હતા. આશાબેન પટેલ દિલ્હીમાં મારી સાથે જ હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે આવ્યા હતા. આ ઉપરાંત તમામ રાજ્યના અધ્યક્ષોની એક બેઠકમાં અમે હાજરી આપી હતી. ત્યારે પીએમ મોદીને મળવા માટે આશાબેન પટેલ આવ્યા હતા. તેમની તબિયત નાદુરસ્ત હતી, ત્યારે મેં એક ડૉક્ટર તરીકે પણ એમને સલાહ આપી હતી અને તાત્કાલિક સારવાર કરાવવાની સૂચના પણ આપવામાં આવી હતી. જે થયું તે ખૂબ જ દુઃખદ ઘટના બની છે.

પાટીદાર આંદોલનમાં આશાબેન પટેલ

રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે (Gujarat Health Minister Rishikesh Patel) વિધાનસભાગૃહમાં સ્વ. આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ આપતા નિવેદન આપ્યું હતું કે, પાટીદાર આંદોલનથી તેઓ સક્રીય રાજકારણમાં આવ્યા હતા અને કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે તેઓને ધ્યાનમાં આવતા કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જોડાયા હતા. જ્યારે આશાબેન પટેલ પોતે એક પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવતા હોવાનું નિવેદન ઋષિકેશ પટેલે કર્યું હતું.

આશાબેનના માનમાં ગૃહ મુલતવી

ગુજરાત વિધાનસભાના સભ્ય (Member of Gujarat Legislative Assembly) આશાબેન પટેલનું નિધન થતા આજે ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, ત્યારે ગુજરાત વિધાનસભાના નિયમ (Rules of Gujarat Legislative Assembly) પ્રમાણે આજે પ્રથમ દિવસે ગૃહ મુલતવી રાખવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.