ETV Bharat / city

વાવાઝોડામાં જે જગ્યાએથી વૃક્ષો પડ્યાં એજ જગ્યા પર વૃક્ષો વાવવામાં આવશે : વિજય રૂપાણી

18 અને 19 મેના રોજ ગુજરાતના દરીયાકિનારે 150 પ્રતિ કલાકની ઝડપથી પવન સાથે વાવાઝોડું ટકરાયું હતું ત્યારે અનેક વૃક્ષો ધરાશાયી થયાં હતાં. આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં જે જગ્યાએ વૃક્ષો પડયાં છે એ જ જગ્યા પર નવા વૃક્ષો વાવવાની યોજના અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી. જે બાબતે રાજ્ય સરકાર જૂન મહિનામાં વૃક્ષારોપણ કાર્યક્રમની પણ સત્તાવાર જાહેરાત કરશે.

વાવાઝોડામાં જે જગ્યાએથી વૃક્ષો પડ્યાં એજ જગ્યા પર વૃક્ષો વાવવામાં આવશે :  વિજય રૂપાણી
વાવાઝોડામાં જે જગ્યાએથી વૃક્ષો પડ્યાં એજ જગ્યા પર વૃક્ષો વાવવામાં આવશે : વિજય રૂપાણી
author img

By

Published : May 26, 2021, 5:43 PM IST

  • રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય
  • વાવાઝોડામાં જે જગ્યાએ વૃક્ષો પડ્યાં ત્યાં વૃક્ષો ઉગાડવામાં આવશે
  • જૂન મહિનામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરશે જાહેર
  • લાખોની સંખ્યામાં વૃક્ષો થયાં છે ધરાશાયી
  • જે જગ્યાએ વૃક્ષો પડ્યા ત્યાં જ નવા વૃક્ષોનું વાવેતર

    ગાંધીનગર : સીએમ રૂપાણીએ CM Rupani વૃક્ષોના વાવેતર બાબતે જણાવ્યું હતું કે વાવાઝોડામાં લાખો વૃક્ષો જમીનદોસ્ત થયાં છે ત્યારે આવનારા સમયમાં જે વૃક્ષો જે જગ્યાએ જમીનદોસ્ત થયાં છે તે જગ્યા પર નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે આ માટે રાજ્ય સરકાર જૂન મહિનામાં સત્તાવાર રીતે કાર્યક્રમ પણ જાહેર કરશે. રાજ્યમાં લાખોની સંખ્યામાં વૃક્ષો વાવાઝોડાને કારણે ધરાશાયી થયા હોવાથી કેબિનેટ બેઠકમાં cabinet Meeting ચર્ચા કરવામાં આવી હતી.
    મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી

    કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો સાથે ચર્ચા

    આ ઉપરાંત વાવાઝોડામાં tauktae cyclone બાગાયતી પાકને પણ ઘણું નુકસાન થયું છે ત્યારે કૃષિ યુનિવર્સિટીના Agricultural University તજજ્ઞોને ફિલ્ડ પર મોકલીને વધુ તપાસ અને સચોટતા સાથે ખાસ રિપોર્ટ તૈયાર કરવાની પણ સૂચના આપવામાં આવી છે. જેમાં કૃષિ યુનિવર્સિટીના 138 જેટલા વૈજ્ઞાનિકો સ્થળ પર મુલાકાત લઈ રહ્યાં છે. ત્યારે આ જ વૈજ્ઞાનિકો દ્વારા જે જગ્યાએ વૃક્ષો પડયાં છે તે જ જગ્યાએ નવા વૃક્ષોના વૃક્ષારોપણ Tree plantation બાબતે પણ આવનારા સમયમાં જ ચર્ચા કરવામાં આવશે તેવું સીએમ રૂપાણીએ જણાવ્યું હતું.

    આ પણ વાંચોઃ શું આમાં તમારું શહેર છે? વધુ 9 નગરપાલિકાઓમાં બનશે આધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

જૂન મહિનામાં શરૂ થશે અભિયાન

મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસાની સીઝન પહેલા રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે પરંતુ આ વખતે વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો જમીનદોસ્ત બન્યાં છે ત્યારે ખાસ વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને કઇ પદ્ધતિથી વૃક્ષારોપણ કરી શકાય જેથી વધુમાં વધુ વૃક્ષોનું રોપણ અને ઓછા સમયમાં વધુ વૃક્ષો ઉગાડી શકાય તે બાબતે પણ વૈજ્ઞાનિકોને જવાબદારી સોંપવામાં આવી છે.આવનારા દિવસોમાં રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકાર સાથે એક બેઠક પણ યોજવામાં આવશે આ બેઠકની અંદર રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણય કર્યા બાદ જૂન મહિનામાં વૃક્ષારોપણના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ NDRFની 100 ટીમ ફિલ્ડમાં, 1 લાખથી વધુ વૃક્ષ ધરાશાયી થવાની શક્યતા, ખેતીને પણ નુકશાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.