ગાંધીનગરઃરાજ્યની શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 5 હજાર જેટલા પ્રવાસી શિક્ષકો ફરજ બજાવી રહ્યાં છે. પિરિયડ પ્રમાણે તેમને મહેનતાણું આપવામાં આવે છે. પરંતુ રાજ્યમાં લોકડાઉનના અમલ બાદ આ શિક્ષકોની હાલત કફોડી થઈ ગઈ છે. તેવા સમયે પ્રવાસી શિક્ષકોને તો પિરિયડ પ્રમાણે મહેનતાણું આપવામાં આવતું હતું. તેમની સ્થિતિ તો અત્યંત દયનીય થઇ ગઈ છે. જેને લઇને આજથી વિધાનસભાના ટૂંકા સત્ર શરૂ થયું છે ત્યારે વિધાનસભામાં શિક્ષણપ્રધાન તેમનો પ્રશ્ન ઉપાડે અને નિરાકરણ લાવે તે માટે રજૂઆત કરવા ગાંધીનગરમાં ઉમટ્યાં હતાં.
માર્ચ મહિનાથી પગાર માટે ટળવળતાં પ્રવાસી શિક્ષકોએ ગાંધીનગર કૂચ કરી, પોલીસે અટકાવી પ્રવાસી શિક્ષકોના સમર્થનમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ આવ્યાં હતાં ત્યારે મેવાણીએ કહ્યું કે, પ્રવાસી શિક્ષકોની હાલત અત્યંત દયનીય બની ગઇ છે. તેમના પ્રશ્નોને વિધાનસભામાં મારા દ્વારા રજૂ કરવામાં આવશે. પરંતુ જો સરકાર આનો નીવેડો નહીં લાવે તો આગામી સત્રમાં 5000 પ્રવાસી શિક્ષકો વિધાનસભા તરફ કૂચ કરશે તેમાં બેમત નથી.
માર્ચ મહિનાથી પગાર માટે ટળવળતાં પ્રવાસી શિક્ષકોએ ગાંધીનગર કૂચ કરી, પોલીસે અટકાવી પ્રવાસી શિક્ષક કીર્તિ પરમારે જણાવ્યું હતું કે, પ્રવાસી શિક્ષકોને અન્ય કોઈ લાભ આપવામાં આવતો નથી. ત્યારે તેમની માગ છે કે, તેમણે જાહેર રજા રવિવાર અને વેકેશનનો પગાર આપવામાં આવે. બીજી તરફ શિક્ષકોને નિયમિતરૂપે પગાર આપવામાં આવતો નથી. ક્યારેક અમને પણ પૂરતો પગાર આપવામાં આવતો નથી. ત્યારે આવા સમયમાં નિયમિત રૂપે તેમનો પગાર આપવામાં આવે હાલમાં માધ્યમિક વિભાગમાં 75 રૂપિયા અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 90 રૂપિયાનું તાસનું મહેનતાણું આપવામાં આવે છે. ત્યારે આ મહેનતાણામાં વધારો કરવામાં આવે તેવી માગ કરી હતી.