- બુધવારની કેબિનેટ બેઠક રદ
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી લીંબડી પ્રવાસે
- તમામ પ્રધાનો પેટા ચૂંટણીમાં વ્યસ્ત
- પેટા ચૂંટણીના કારણે કેબિનેટ બેઠક રદ
ગાંધીનગર: આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. આ ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે એટલે રાજ્ય સરકારના તમામ પ્રધાનો આ બેઠકો પર ભાજપનો પ્રચાર કરવા માટે કામે લાગી ગયા છે, જેને જોતા બુધવારે યોજાનારી કેબિનેટ બેઠક રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તમામ પ્રધાનો પ્રચારમાં વ્યસ્ત હોવાથી આવતીકાલની કેબિનેટ બેઠક રદ સીએમ વિજય રૂપાણી લીંબડીના પ્રવાસેદર બુધવારે યોજાતી કેબિનેટ બેઠકમાં રાજ્યની આગામી યોજના, સરકારના વિવિધ કાર્યક્રમો અને વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે. હાલમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી લીંબડી વિધાનસભામાં પ્રચાર માટે જઈ રહ્યા છે. આમ, હવે આવતીકાલે યોજાનારી કેબિનેટની બેઠક રદ કરવામાં આવી છે. એટલે કહી શકાય કે, હવે કેબિનેટની બેઠક સીધી ચૂંટણી બાદ એટલે કે 3 નવેમ્બરે મતદાન થયા બાદ 4થી નવેમ્બરના રોજ બુધવારે મળશે.