ETV Bharat / city

ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ, 12 વાગ્યા સુધીમાં 1544 ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

ગાંધીનગર: રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે મંગળવારથી ખેડૂતો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં 1500થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સરકાર રજિસ્ટ્રેશન માટે 122 જેટલા સેન્ટરો ઉભા કરશે જેથી કરીને ખેડૂતો સરળતાથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે.

ટેકાના ભાવે મગફળી રજિસ્ટ્રેશન
author img

By

Published : Oct 1, 2019, 10:17 PM IST

ચોમાસાની સિઝનમાં ચાલુ વર્ષે મગફળીના સારો પાક થયો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે રાજ્ય સરકાર ટેકાના ભાવે પ્રતિમણ 1018ની કિંમતથી મગફળીની ખરીદી કરશે. ટેકાના ભાવની ખરીદી માટે રાજ્યના કુલ 122 સેન્ટરો પર આજથી ખેડૂતો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

વરસાદને કારણે મગફળીના પાક પણ સારા પ્રમાણમાં થયો છે જેને હવે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર 122 જેટલા સેન્ટરો ઉભા કરશે. ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી કરવાની હોય છે. જે મંગળવારથી શરૂ કરવામાં આવી છે. જેને લઈને મંગળવારે વહેલી સવારથી 1500 જેટલા ખેડૂતોએ ઓનલાઈન પ્રક્રિયા કરી લીધી છે. ઓનલાઇન પ્રક્રિયા શરૂ થતાં ગણતરીના કલાકોમાં જ 1500થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

નોંધનીય છે કે, આ વર્ષે કુલ 25 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થયું છે. જેમાં ચાલુ વર્ષે રાજ્યના 124 સેન્ટરોમાંથી મગફળીની ખરીદી કરવામાં આવશે, જ્યારે પ્રતિ મણ 1018 રૂપિયાની કિંમતે મગફળીની ખરીદી કરવામાં આવશે. દિવાળીના લાભપાંચમના દિવસે રાજ્ય સરકાર ખરીદી શરૂ કરી શકે છે. આ વર્ષે કુલ 8 લાખ મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવશે. ગત વર્ષે 4.50 લાખ મેટ્રિક ટન ખરીદી કરી હતી. આ વર્ષે 5.50 લાખ ટનની ખરીદી મુજબ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

ગત વર્ષે થયેલા મગફળી કૌભાંડ બાદ રાજ્ય સરકારે પગલા પણ લીધા હતા. જ્યારે આ વર્ષે આવા કોઈ કોભાંડ ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા અગાઉથી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ ગોડાઉન અને સ્ટોરેજને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરીને તમામ જગ્યાએ CCTV મુકવામાં આવશે.

Intro:Approved by panchal sir

ગાંધીનગર : ચોમાસાની સિઝનમાં ચાલુ વર્ષે મગફળીના સારો પાક થયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે ટેકાના ભાવે મગફળી ની ખરીદી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષે રાજ્ય સરકાર ટેકાના ભાવે પ્રતિમણ 1018 ની કિંમત થી મગફળી ની ખરીદી કરશે, ટેકાના ભાવ ની ખરીદી માટે રાજ્યના કુલ 122 સેન્ટરો પર આજથી ખેડૂતો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. Body:વરસાદ ને કારણે મગફળીના પાક પણ સારા પ્રમાણ માં થયો છે જેને હવે રાજ્ય સરકર દ્વારા ટુક સમયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે, ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા 122 જેટલા સેન્ટરો ઉભા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે જેને લઈને આજ સવાર થી ક 1500 જેટલા ખેડૂતો દ્વારા ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવી છે. આજ સવારથી જ ઓનલાઇન પ્રક્રિયા શરૂ થતાં ગણતરીના કલાકોમાં જ 1500 થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે કુલ 25 લાખ મેટ્રિક ટન મગફળી નું ઉત્પાદન થયું છે. જેમાં ચાલુ વર્ષે રાજ્યના 124 સેન્ટરો પર થી ખરીદી કરવામાં આવશે, જ્યારે પ્રતિ મણે 1018 રૂપિયા ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. દિવાળીના લાભપાચમ ના દિવસે રાજ્ય સરકાર ખરીદી શરૂ કરશે. આ વર્ષે કુલ 8 લાખ મેટ્રિક ટન ની ખરીદી કરવામાં આવશે. ગત વર્ષે 4.50 લાખ મેટ્રિક ટન ખરીદી કરી હતી આ વર્ષે 5.50 લાખ ટન ની ખરીદી મુજબ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.Conclusion:ગત વર્ષે થયેલ મગફળીના કૌભાંડ બાદ રાજ્ય સરકારે પગલાં પણ લીધા હતા. જ્યારે આ વર્ષે આવું કાઈના થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા અગાઉથી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભફે રાખેલ તમામ જગ્યા અને ગોડાઉનઅને સ્ટોરેજ ની મુશ્કેલી ના પડે તેવી વ્યવસ્થા તમામ જગ્યા સીસીટીવી મુકવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.