ETV Bharat / city

રાંધેજામાં સર્વેના દાવા વચ્ચે ત્રીજો કેસ, 30 વર્ષીય મહિલા પોઝિટિવ, જિલ્લાનો કુલ આંક 37

author img

By

Published : Apr 29, 2020, 9:42 AM IST

ગાંધીનગર શહેરની નજીક આવેલા રાંધેજા ગામમાં આલમપુર APMCના સેક્રેટરીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોટસ્પોટ વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં નિયમિત રીતે નાગરિકોનુ ચેકઅપ કરવાનું હોય છે. આરોગ્ય વિભાગના કામગીરીના દાવાઓ વચ્ચે ગામમાં ત્રીજો કેસ સામે આવ્યો છે. જેથી ગામનો આંકડો 3 થયો છે, જ્યારે જિલ્લાનો આંકડો 37 ઉપર પહોંચ્યો છે.

ETV BHARAT
રાંધેજામાં સર્વેના દાવા વચ્ચે ત્રીજો કેસ, 30 વર્ષીય મહિલા પોઝિટિવ, જિલ્લાનો કુલ આંક 37

ગાંધીનગર: રાંધેજા ગામમાં આલમપુર APMCના સેક્રેટરી બાદ તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ બુધવારે વધુ 1 કેસ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ગત 4 મહિનાથી રહેવા આવેલા પોલીસ કોન્સ્ટેબલની 30 વર્ષીય પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદમાં આવેલી સમરસ હોસ્ટેલ ખાતે ફરજ બજાવી રહ્યા છે. આ મહિલાને છેલ્લા ચારેક દિવસથી તાવ આવી રહ્યો હતો. જેથી તેમણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવતાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેથી ગાંધીનગર જિલ્લાનો આંકડો હવે 37 થયો છે.

ઉલ્લેખનીય છે કે, જે વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવે છે, ત્યાં રહેતા તમામ લોકોની સવારે 9થી 12 કલાક દરમિયાન તપાસ થઈ જવી જોઈએ. પરંતુ 30 વર્ષીય મહિલાને ગત 3 દિવસથી તાવ આવી રહ્યો હતો. આમ છતાં આરોગ્ય વિભાગના એક પણ કર્મચારી સામે આ કિસ્સો આવ્યો નથી.

મહિલાના પતિ દ્વારા મહિલાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં સેમ્પલ લેવાયા બાદ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જે જિલ્લા આરોગ્ય વિભાગના દાવાઓને ખોખલું પૂરવાર કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.