ઉચ્ચ ટેકનિકલ શિક્ષણના સચિવ અંજુ શર્માએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે 'સ્ટડી ઈન ગુજરાત' અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેની પ્રમોશનલ પ્રવૃત્તિ માટે ગુજરાત સરકારના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળ દેશના વિવિધ શહેરોમાં 'રોડ શો' કરશે. આ 'રોડ શો' 14 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી કરવામાં આવશે. આ સાથે જ 'રોડ શો'માં દેશની કુલ 22 જેટલી યુનિવર્સિટીએ ભાગ લીધો છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દેશના વિવિધ શહેરમાં 'રોડ શો' કરવામાં આવશે. જેના ખર્ચ માટે રાજ્ય સરકાર દ્વારા જે તે યુનિવર્સિટી પાસેથી રોકડ સ્વરૂપે 50,000 રૂપિયા લેવાની ચર્ચા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કુલ 10,000 જેટલા દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે ફક્ત અમદાવાદમાં 21 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.