- ગાંધીનગર જિલ્લામાં ચોર બન્યા બેફામ
- કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર (Kalol MLA Baldevji Thakor)ના ઘરે ચોરી
- મોડી રાત્રે તસ્કરો ધારાસભ્યના ઘરે ત્રાટકયા
- 2 લાખ રૂપિયાની રોકડ સહિતના મુદ્દામાલની ચોરી
- ધારાસભ્યનું જ ઘર સુરક્ષિત નથી તો સામાન્ય લોકોનું શું તેવી લોકોમાં ચર્ચા
ગાંધીનગર:રાજ્યમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર બાદ ચોરીની ઘટનામાં નોંધપાત્ર વધારો (The incidence of theft continued to rise) થયો છે. ત્યારે હવે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર (Kalol MLA Baldevji Thakor)ના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો ધારાસભ્યના ઘરમાંથી એલઈડી ટીવી અને રોકડ 2 લાખ રૂપિયાની રકમ લઈને ફરાર થયા હતા. આ અગાઉ અમદાવાદમાં પણ પોલીસ અધિકારીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. આમ, રાજ્યમાં પોલીસ અને ધારાસભ્યના ઘરમાં જો તસ્કરો ચોરી કરી શકતા હોય તો સામાન્ય લોકોના ઘરમાં તો આસાનીથી ચોરી કરી જ શકે. બીજી તરફ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે (Kalol MLA Baldevji Thakor) કહ્યું હતું કે, મોડી રાત્રે તેમના કલોલના ઘરમાં ચોરી થઈ હતી. આ સાથે જ રાજ્યની કાયદા અને વ્યવસ્થા ઉઘાડી પડી ગઈ છે.
આ પણ વાંચો- સુરતમાં મંદિરમાંથી ચોરી કરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ
ગાંધીનગર પોલીસ (Gandhinagar Police) ઉપર સૌની નજર રહેશે
આ અંગે મળતી માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં ભાજપના ધારાસભ્ય બળદેવજી ઠાકોર (Kalol MLA Baldevji Thakor)ના ઘરે મોડી રાત્રે ચોરીની ઘટના બની છે. તસ્કરો ઘરમાંથી રોકડ 2 લાખ રૂપિયાની રકમ, સોના-ચાંદીના દાગીના અને ત્રણ એલઈડી લઈને જતા રહ્યા હતા ત્યારે ધારાસભ્યના જ ઘરે થયેલી ચોરી માટે ગાંધીનગર પોલીસ માટે પણ આ અઘરો ટાસ્ક છે. ગાંધીનગર પોલીસ હવે કેટલા સમયમાં ચોરીની ઘટના નો ઉકેલ છે તે જોવું રહ્યું ?
આ પણ વાંચો- અમદાવાદમાં ACPના ઘરમાં થઈ ચોરી, 13 લાખથી વધુના મુદ્દામાલની ચોરી
ધારાસભ્યના ઘરમાં બીજી વખત ચોરી થઈ છે, અગાઉના ચોર પણ પકડાયા નથી
ધારાસભ્ય બળદેવજી ઠાકોરે (Kalol MLA Baldevji Thakor) જણાવ્યું હતું કે, આ બીજી વખત મારા ઘરે ચોરી થઈ છે અને આ પહેલાના ચોર પણ પકડાયા નથી. ત્યારે હવે ચોર પકડાશે કે કેમ તે અંગે શંકા છે. કોઈ આગેવાનના ઘરે ચોરી થાય છે પરંતુ ચોર પોલીસના હાથમાં આવતા નથી. જ્યારે પોલીસને ફક્ત જુગારમાં પૈસા લેવામાં રસ અને જમીન પર હક મેળવવા માટે રસ હોય તેવું લાગી રહ્યું છે. આમ, બળદેવજી ઠાકોરે ગાંધીનગર પોલીસ પર પણ અનેક આક્ષેપ કર્યા હતા. ધારાસભ્યોના ઘરે ચોરીની ઘટના બાદ ગાંધીનગર પોલીસ તાત્કાલિક ધારાસભ્યોના ઘરે કલોલ નિવાસસ્થાને પહોંચી હતી. પોલીસે ઘરની આસપાસના તમામ CCTV કેમેરા તપાસી વધુ તપાસ હાથ ધરી છે.