ETV Bharat / city

રાજ્યમાં 1 મેથી 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પર પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યમાં હાલ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે હવે 1 મેથી 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, તમામ લોકોને વેક્સિન મફતમાં આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

રાજ્યમાં 1 મેથી 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે
રાજ્યમાં 1 મેથી 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે
author img

By

Published : Apr 28, 2021, 7:43 PM IST

Updated : Apr 28, 2021, 9:24 PM IST

  • 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને અપાશે વેક્સિન
  • રાજ્ય સરકારે આપ્યો છે વેક્સિનના 1.50 કરોડ ડોઝનો ઓર્ડર
  • તમામ લોકોને વેક્સિન મફતમાં આપવાનો રાજ્ય સરકારે કર્યો છે નિર્ણય

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની ચેનને તોડવા માટે વેક્સિનેશન મહત્વનુ છે. આ બાબતે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 1 મેથી 18 વર્ષથી વધુની વયના લોકોને વેક્સિન આપવાનુ કામ શરૂ કરવાની સુચના તમામ રાજ્યોને આપી છે. ત્યારે ગુજરાત સરકારે પણ વેક્સિનના 1.50 કરોડના ડોઝનો ઓર્ડર આપી દીધો છે, જોકે, ETV Bharat સાથે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ચર્ચા કરતા સામે આવ્યુ હતુ કે, 1.50 કરોડના ડોઝ બાબતે કંપનીઓ સાથે ચર્ચા થઇ રહી છે.

1.50 કરોડ ડોઝ મેળવવા સરકાર અને કંપનીઓ સાથે ચર્ચા શરૂ

આરોગ્ય વિભાગના ઉચ્ચ સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પેહેલેથી જ 18 વર્ષથી મોટી ઉમરના લોકોને વેક્સિન આપવા માટે વેક્સિનના 1.50 કરોડ ડોઝનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારને આ વેક્સિનનો ડોઝ ક્યારે પ્રાપ્ત થશે તે બાબતે રાજ્ય સરકાર અને કંપનીઓ વચ્ચે બેઠકના દોર શરૂ થયો છે, જેમા વેક્સિન બનાવતી કંપનીઓ અમુક દિવસોના અંતરે અમુક ગણતરીના સ્ટોક આપે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના નેસ્ટ બંગલો દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજાયો

ગુજરાતમાં મફતમાં વેકિસનેશન

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અગાઉ જાહેરાત કરી હતી કે, રાજ્યના યુવાઓને વેક્સિન મફતમાં આપવામાં આવશે. વેક્સિનનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. મહત્વની વાત કરવામાં આવે તો વેક્સિનેશન માટે બજેટમાં કોઇ પ્રકારની જોગવાઇ કરવામાં આવી નથી, ત્યારે સરકાર કઈ જોગવાઇ હેઠળ કંપનીને વેક્સિન બાબતનો ચાર્જ ચુકવશે તે જોવુ રહ્યુ.

વેક્સિનેશન સેન્ટરમાં પ્રારંભિક તબક્કામાં કોઈ વધારો નહીં

રાજ્યમાં હાલ 45 વર્ષથી વધુની ઉમરના વ્યક્તિઓની રસીકરણની પ્રક્રિયા આગળ વધી રહી છે, ત્યારે 18 વર્ષથી વધુની વયના વ્યક્તીઓને પણ 1 મેથી વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યારે જે રીતે 45 વર્ષથી વધુની વયના લોકોને વેક્સિન જે જગ્યાએ આપવામાં આવી રહી છે તે જ જગ્યાએ 18 વર્ષથી વધુની વયના લોકોને વેક્સિન આપવામાં આવશે. પ્રાથમિક તબક્કે વેક્સિનેશનના સેન્ટરમાં વધારો નહી કરવામાં આવે પરંતુ સમયપ્રમાણે વેકિસન સેન્ટરોમાં વધારો કરવામાં આવશે. સુત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે અત્યારે ગુજરાતમાં જે વેક્સિનનો ડોઝ છે તે ફક્ત 45 થી વધુ વય ધરાવતા લોકો માટે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. પરંતુ જો 1 તારીખની આસપાસ જો કોઇ કંપની વેક્સિન મોકલો નહી તો રાજ્ય સરકાર દ્વારા 45 વર્ષથી વધુની વયના લોકો માટે રાખવામાં આવેલી વેક્સિનનો ઉપયોગ 18થી વધુ ઉમરના લોકો માટે કરી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જે રીતે રાજ્ય સરકાર અને કંપનીઓ વચ્ચે થઇ રહેલી બેઠક પ્રમાણે શરૂઆતના તબક્કામાં 15 લાખ ડોઝ રાજ્ય સરકારને પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. અત્યારે રસીનો કેટલો જથ્થો છે તે માહિતી પ્રાપ્ત થઇ શકી ન હતી.

આ પણ વાંચોઃ શિક્ષકો દ્વારા કોરોના વેકિસનને લઇને જન જાગૃતિ અભિયાન શરૂ કરાયું

વેક્સિન માટે 18 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે નોંધણી શરુ

આજે બુધવારે ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની ઉંમરના અનેક લોકોએ રસી લેવા માટે રજીસ્ટ્રેશન કોવિન એપમાં ખુલતા કરવાનું શરુ કરી દીધું છે. સાંજે 4 વાગ્યે રજીસ્ટ્રેશન શરુ થતાં જ યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવવાનું શરુ કરી દીધું હતું. શરુઆતના અડધા કલાકમાં રજીસ્ટ્રેશન કરાવતી વખતે થોડી તકલીફો આવી હતી અને કોવિન પોર્ટલનું સર્વર ક્રેશ થયાના પણ અહેવાલો વહેતા થયા હતા. ત્યારે ETV Bharatના અનેક પ્રતિનિધીઓએ પણ વેક્સિન લેવા માટે સફળતા પૂર્વક પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આ પણ વાંચોઃ કોરોના રસીકરણ: આજથી 18 વર્ષથી ઉપરના લોકો માટે રજિસ્ટ્રેશન શરૂ

રાજ્યમાં કેટલા નાગરિકોનું થયું રસીકરણ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 27 એપ્રીલના રોજ કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં જ્યારે મંગળવારે 66,624 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 87,098 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર રાજ્યમાં 1,16,22,606 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Last Updated : Apr 28, 2021, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.