ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં 22 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસ 213 - Corona News

ગુજરાત રાજ્યમાં હવે ફરી કોરોના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ઓક્ટોબર માસની 16 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, વડોદરા અને સુરત કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે. 33 જિલ્લામાંથી ફક્ત 4 જેવા કે વલસાડ, નવસારી, જૂનાગઢ અને સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Gujarat Corona Update
Gujarat Corona Update
author img

By

Published : Oct 16, 2021, 9:26 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 22 પોઝિટિવ કેસમાં વધારો નોંધાયા
  • સમગ્ર રાજ્યમાં ફક્ત 3 કોર્પોરેશન અને 4 જિલ્લામાં કેસ
  • અમદાવાદમાં 5, વડોદરા -1, સુરતમાં 4 અને રાજકોટ 00 કેસ નોંધાયા
  • રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે સુરત, વડોદરા અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. 6 દર્દીને રજા આપવામાં આવી છે.

આજે 2,96,273 નાગરિકોનું રસીકરણ

16 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 2,96,273 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે. 18 વર્ષ થી વધુ વયના 45,874 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. 1,68,656 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 6,67,17,912 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 213

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 213 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 6 વેન્ટિલેટર પર અને 207 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,086 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,981 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.