ગાંધીનગર : આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કોરોનાથી બચવા માટે અને કોરોના પેશન્ટ માટે કઈ રીતની સુવિધાઓ આપવામાં આવે છે, હોસ્પિટલ કેવી છે, સાથે જ આરોગ્ય વિભાગની ટીમ કઈ રીતે કાર્ય કરી શકે છે તે તમામ વિગતો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ને આપવામાં આવી હતી. જ્યારે રાજ્યમાં થયેલા ટેસ્ટિંગમાં દિવસે દિવસે વધારો કરવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત રાજકોટ અમદાવાદ સુરત બરોડા અને નવસારી જેવા શહેરોમાં જે રીતના કોરોના વધી રહ્યો હતો તે દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે જઈને સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. ધનવંતરી રથ સિટી સર્વે કરવામાં આવ્યો હતો જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 14,78,629 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે હવે રોજના 50 હજારથી વધુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. જ્યારે છેલ્લાં દસ દિવસની સરેરાશ ગણીએ તો પોઝિટિવ કેસ 3.5 ટકા જ રહ્યો છે.
રાજ્યના આરોગ્ય વિભાગનો WHO સાથે વેબીનાર યોજાયો જ્યારે covid હેલ્થ સિસ્ટમની સ્ટેટસ અંગેની વાત કરતા જયંતી રવિએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 293 જેટલી કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી જ્યારે ૧૭ જેટલા હેલ્થ સેન્ટર અને 312 જેટલા કેર સેન્ટર ઉપલબ્ધ કરવામાં આવ્યાં હતાં. જેમાં આઇસોલેશન બેડ 47,418 અને ઓક્સિજન સુવિધા વાળા 10,119, આઇસીયું બેડ 4518, આઇસીયું બેડ વેન્ટિલેટર સાથે 2316 ઉપલબ્ધ હતાં. જ્યારે ગોહિલ કેર માટે રાજ્ય સરકારે સ્પેશિયલ 104 મેડિકલ હેલ્પ લાઈન પણ જાહેર કરી હતી જેમાં માર્ચથી ઓગસ્ટ મહિના કુલ 11,63,311 કોલ, કોવિડ રિલેટેડ 1,58,067 આવ્યાં હતાં. રાજ્યના આરોગ્ય વિભાગનો WHO સાથે વેબીનાર યોજાયો આ ઉપરાંત અનલોક દરમિયાન રાજ્યના તમામ ઇન્ડસ્ટ્રીયલમાં કઈ રીતે કાર્ય કરવું, કઈ રીતે તકેદારી રાખવી, આ તમામ બાબતો ઉપર પણ રાજ્ય સરકારે તૈયારીઓ કરી હતી અને લોકોને આ બાબતે અવેર પણ કર્યા હતાં. જ્યારે હવે આગામી સમયમાં દરેક કંપનીમાં એક એવા કર્મચારીને નિયુક્તિ કરવી ફરજિયાત રહેશે કે જે તમામ કોવિડની ગાઈડ લાઈન્સને જે તે કંપની અથવા તો ફેક્ટરીમાં લાગુ કરી શકે. આ પણ હવે ટૂંક સમયમાં રાજ્યમાં લાગુ કરવામાં આવશે.