ETV Bharat / city

Gujarat Rain Update: રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં 286.81 mm વરસાદ નોંધાયો

રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં 286.81 mm વરસાદ નોંધાયો છે. આગામી સમયમાં વલસાડ જિલ્લામાં ભારે તથા અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે.

Gujarat News
Gujarat News
author img

By

Published : Jul 27, 2021, 10:33 PM IST

  • વેધર વોચ ગ્રુપની ઓનલાઇન બેઠક યોજાઇ
  • વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
  • અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
  • NDRF ની ટીમોને સ્ટેન્ડબાય રખાઈ

ગાંધીનગર: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (State Emergency Operations Center) ના રાહત કમિશ્નર (Relief Commissioner) અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક (Weather Watch Group Meeting) મંગળવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. રાહત કમિશ્નરે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે 6થી બપોરના 2 સુધી રાજ્યમાં 17 જિલ્લાના 61 તાલુકાઓમાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધારે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં 19 mm વરસાદ પડ્યો છે. રાજ્યમાં તારીખ 27 સુધીમાં કુલ 286.81 mm વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 840 mm ની સરખામણીએ 34.14 ટકા છે. હવામાન ખાતાની આગાહી (Meteorological Department Forecast) મુજબ આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે તેવા તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટર તથા સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ રહેવા સુચના આ૫વામાં આવી હતી.

અંદાજીત 64.85 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું

IMDના અઘિકારીએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં સારો વરસાદ થયો છે. આગામી દિવસોમાં રાજયમાં વલસાડ જિલ્લામાં ભારે અને અન્ય જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના છે. કૃષિ વિભાગ (Department of Agriculture) ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે તારીખ 26 જુલાઇ 2021 સુધીમાં અંદાજીત 64.85 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 64.28 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 75.80 ટકા વાવેતર થયું છે.

આ પણ વાંચો : સુરતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો, 24 કલાકમાં 15 વૃક્ષો ધરાશાહી

સરદાર સરોવર જળાશયમાં 1,55,117 MCFT પાણીનો સંગ્રહ

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં 1,55,117 MCFT પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 46.43 ટકા છે. રાજ્યના 206 જળાશયોમાં 2,52,617 MCFT પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 45.32 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ - 9 જળાશય, એલર્ટ ૫ર કુલ - 7 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર - 9 જળાશય છે.

આ પણ વાંચો : કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી, રાજ્યમાં એક સપ્તાહ સુધી સારા વરસાદના અણસાર

NDRF ની કુલ 15 ટીમમાંથી 8 ટીમો ડીપ્લોય કરાઈ

NDRF ની કુલ 15 ટીમમાંથી 8 ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ અને મોરબી ખાતે 1-1 ટીમ ડીપ્લોય કરવામાં આવી છે અને 2 ટીમ વડોદરા અને 1 ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે. SDRF ની કુલ 11 ટીમ હવામાન વિભાગની આગાહી ધ્યાને લઇ એલર્ટ રાખવામાં આવી છે. વન વિભાગ, મત્સ્ય વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, GMB, કોસ્ટગાર્ડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, GSRTC તથા ISRO, બાયસેગ, જળસં૫તિ અને સરદાર સરોવર નિગમ લિમિટેડના અઘિકારીઓ આ મીટીગમાં જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.