ETV Bharat / city

રાજ્ય સરકારને રોડ તૂટ્યા હોવાની 30,000 ફરિયાદો મળી, 70 ટકા કામગીરી પૂર્ણ

રાજ્યમાં તૂટેલા અને ખખડધજ રોડના રીપેરિંગ (Road Repairing Campaign) માટે ભુપેન્દ્ર પટેલ સરકાર (Bhupendra Patel Government)માં માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી (Cabinet Minister Purnesh Modi) દ્વારા મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 1 ઑક્ટોબરથી 31 ઑક્ટોબર સુધી રાજ્યના તમામ રસ્તાઓ રીપેર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકારને અત્યાર સુધી 30 હજાર જેટલી ફરિયાદો મળી છે.

રાજ્ય સરકારને રોડ તૂટ્યા હોવાની 30,000 ફરિયાદો મળી

author img

By

Published : Oct 8, 2021, 7:41 PM IST

  • રાજ્ય સરકારને રોડ ખરાબ હોવાની કુલ 30,000 ફરિયાદ મળી
  • અત્યાર સુધીમાં 21,000 ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો
  • 13 ઑક્ટોબર સુધી રાજ્યમાં તમામ રોડ રીપેર કરવામાં આવશે

ગાંધીનગર: રાજ્યમાં ભારે વરસાદ (Rain In Gujarat)ના કારણે અનેક રોડ તૂટ્યાની સમસ્યાઓ સામે આવી હતી, ત્યારે ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર બાદ ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની સરકારમાં રોડ રીપેર કરવાનું અભિયાન (Road Repairing Campaign) શરૂ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી (Cabinet Minister Purnesh Modi) દ્વારા 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી રાજ્યના તમામ રસ્તાઓ રીપેર કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ફરિયાદ માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ નંબર પર પ્રથમ દિવસે જ 7,000 જેટલી ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. અત્યાર સુધીમાં રાજ્ય સરકારને રોડ તૂટી ગયાની 30 હજાર જેટલી ફરિયાદો પ્રાપ્ત થઇ છે.

30 હજાર ફરિયાદ, 70 ટકા કામ પૂર્ણ

રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, રોડ તૂટી ગયા હોવાની 30 હજાર જેટલી ફરિયાદો મળી હતી, જેમાંથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઘોષિત 13 ટકા જેટલું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે બાકી રહેતું 30 ટકા કામ 13 ઑક્ટોબરની આસપાસ પૂરું કરી દેવામાં આવશે.

સૌથી વધુ ફરિયાદ સૌરાષ્ટ્ર ઝોનમાં

રોડ તૂટી ગયા હોવાની સૌથી વધુ ફરિયાદ રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી જેવા જિલ્લાઓમાંથી પ્રાપ્ત થઈ છે. રાજ્યમાં રોડ તૂટી ગયા હોવાની સૌથી વધુ ફરિયાદો સૌરાષ્ટ્ર ઝોનમાંથી પ્રાપ્ત થઈ છે. માર્ગ મકાન વિભાગે અત્યાર સુધીમાં કુલ 22 હજાર જેટલી ફરિયાદના આધારે રોડનું પેચ વર્ક કામ પૂર્ણ કર્યું છે.

ઓછો સમય, વધુ કામનો ટાર્ગેટ

ભુપેન્દ્ર પટેલની સરકાર પાસે ફક્ત 15 મહિના જેટલો સમયગાળો છે, ત્યારે ઓછો સમય અને વધુ કામ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જાહેર જનતામાં ઊભી થયેલી વિજય રૂપાણી સરકારની ખોટી છાપને તાત્કાલિક ધોરણે ભૂંસી શકાય અને નવી સરકાર અને તેની કામગીરી લોકોને પસંદ આવે આમ તે માટે તમામ વિભાગના કામકાજો પણ આ રીતે જ પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. ગુજરાતમાં ભાજપની છબીને મજબૂત કરવા માટે અને પ્રજાનો વિશ્વાસ મત જીતવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: અમિત શાહે ગાંધીનગર રેલવે સ્ટેશન પર મહિલા સંચાલિત ટી- સ્ટોલનું ઉદ્દઘાટન કરી મુખ્યપ્રધાન સાથે માણી ચા

આ પણ વાંચો: ગાંધીનગર LCBની ટીમે એક વર્ષ પહેલા થયેલા ડબલ મર્ડરના આરોપીની ધરપકડ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.