ETV Bharat / city

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ સામે લડવા માટે રાજ્ય સરકાર તમામ તૈયારીઓ સાથે સજ્જ - State Government Preparation

કોરોનાની બીજી લહેર(Second Wave of Corona) બાદ તજજ્ઞો મુજબ કોરોનાની ત્રીજી લહેર(Corona's third wave ) ઓક્ટોમ્બર-નવેમ્બરમાં આવવાની સંભાવના છે પરંતુ તેના એંધાણ હમણાથી જ દેખાવા લાગ્યા છે. કોરોનાના નવા વેરીઅન્ટ ડેલ્ટા પ્લસે(Delta Plus) ભારતના 3 રાજ્યોમાં એન્ટ્રી લીધી છે. ગુજરાત આ નવા વેરીઅન્ટના હાલમાં કોઈ કેસ નથી આવ્યા પણ રાજ્ય સરકારે આ નવા વેરીઅન્ટને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

zzz
કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે રાજ્ય સરકાર તમામ તૈયારીઓ સાથે સજ્જ
author img

By

Published : Jun 23, 2021, 12:37 PM IST

Updated : Jun 23, 2021, 2:08 PM IST

  • સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવતા ડેલ્ટા+ કોરોના વાઇરસ
  • મહારાષ્ટ્ર અને કેરળમાં જોવા મળ્યો નવો વેરિયન્ટ
  • ગુજરાતમાં હજુ સુધી નથી સામે આવ્યો ડેલ્ટા+ વેરિયન્ટ

ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં કોરોના (Corona)ના નવા વેરિયન્ટ ડેલ્ટા પ્લસ(Delta Plus) હાહાકાર મચાવ્યો છે. દેશમાં પણ 7 જગ્યાથી નવા વેરિયન્ટ સામે આવ્યા છે, જેમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગ(Union Health Department) દ્વારા પણ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત(Gujarat)માં નવા વેરિયન્ટ ડેલ્ટા પ્લસ જોવા મળે તે પહેલા તમામ કામગીરીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

નવા વોર્ડમાં મુકવામાં આવશે દર્દીઓને

કોરોનાની પ્રથમ લહેર બાદ રાજ્યમાં બ્રિટન વેરિયન્ટના કેસો ગણતરીના કેસો સામે આવ્યા હતા જેમાં રાજ્ય સરકાર દ્વારા બ્રિટન વેરિયન્ટ ધરાવતા કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓ માટે અલગ વોર્ડમાં ઉભો કરીને સારવાર કરવામાં આવતી હતી. હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પણ સામે આવ્યો છે, ગુજરાતમાં પણ જો ડેલ્ટા પલ્સ વાઇરસના પોઝિટિવ કેસ સામે આવશે તો ભૂતકાળની જેમ અલગથી વોર્ડમાં દર્દીની સારવાર કરવામાં આવશે.

વેરીઅન્ટ પર અભ્યાસ

સામાન્ય રીતે એક વખત પોઝીટિવ આવ્યા બાદ 3 મહિના સુધી ફરી પોઝિટિવ થવું એ અસામાન્ય બાબત છે પણ નવા કોરોના વાઇરસના વેરિયન્ટ ને જોતા એન્ટી બોડી હોવા છતાં પણ આ વાઇરસ એટલો અસરકારક છે કે વ્યક્તિ ફરીથી કોરોનાની ઝપટમાં આવી જાય છે, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા પણ આ બાબતે ખાસ અભ્યાસ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારની નવી SOP

દેશમાં નવા કોરોનાવાયરસના નવા વેરીઅન્ટને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે પણ નવી SOP બહાર પાડી છે. મહત્વની વાત કરવા માટે દેશમાં મધ્ય પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં કોરોનાવાયરસના નવા વેરીઅન્ટના કેસ સામે આવ્યા છે. SOP મુજબ જે જગ્યાએ થી નવા વેરિયન્ટ ના વાઇરસ સામે આવ્યા છે તે જે જિલ્લા અને શહેર અને વિસ્તારમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને રસીકરણ વધુ ઝડપી કરવામાં આવશે.

આ પણ વાંચો: ભારતે ડેલ્ટા પ્લસને કોરોનાના નવા વેરીઅન્ટ તરીકે જાહેર કર્યો

નવો વાઇરસ લંગ્સ પર વધુ અસરકારક

અમદાવાદ ના સિનિયર ફિજીશિયાન અને પ્રોફેસર પ્રવીણ ગર્ગે ઇટિવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે WHO દ્વારા નવા કોરોના વાઇરસના વેરિયન્ટ ને વેરિયન્ટ ઓફ કન્સર્ન ની કેટેગરીમાં મુકવામાં આવ્યો છે જેથી તમામ દેશો ને આ નવા વેઇર્યન્ટ બાબતે ઝડપથી કામગીરી કરી શકે, જ્યારે આ વાઇરસ નો નવો વેરિયન્ટ ફેફસા અને લંગ્સ માં વધુ ઝડપ થી ફેલાઈ છે એને ટ્રાન્સમિશન પણ વધુ ઝડપ થી થઈ શકે છે જેથી બચવા માટે ફક્ત માસ્ક અને સામાજિક અંતર જરૂરી છે.

રાજ્ય સરકારની તૈયારીઓ

રાજ્ય સરકારે ત્રીજા શહેરની પણ ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે જેમાં દવાઓનો સ્ટોક સાથે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્રીજી લહેરમાં તજજ્ઞોના વિશ્લેષણ મુજબ બાળકોને તે વધુ અસર કરશે તેથી તે માટે પણ રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પણ ખાસ પ્રકારની તૈયારીઓ કરીને વધુમાં વધુ બેડ વેન્ટિલેટર અને બાળકો માટે ખાસ પ્રકારના વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: COVAXINના કટોકટીમાં ઉપયોગ અંગે ભારત બાયોટેક WHO સાથે બેઠક યોજશે

સરકારની તૈયારીઓ આંકડા પ્રમાણે

કોરોનાની બીજી વેવમાં ડેલ્ટા વેરિયન્ટ હતો પણ હવે ત્રીજી લહેરમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હોવાને કારણે કોરોના ની ત્રીજી લહર વધુ ઘાતકી બનશે ત્યારે રાજ્ય સરકારે રાજ્યમાં 1.10 લાખ ઓક્સિજન બેડની વ્યવસ્થા, 30,000 આઈ.સી.યુ. બેડની વ્યવસ્થા, 10,000 ઓક્સિજન કન્સટ્રેટર મશીન, 15,000 વધારાના વેન્ટીલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે.

CT સ્કેનની પણ સુવિધા વધારવામાં આવશે

તમામ જિલ્લામાં CT સ્કેન સુવિધાઓ અને RTPCR ની 285 લેબમાં સુવિધાઓ કરવામાં આવશે. જ્યારે નવો વેરિયન્ટ ફેફસા અને લંગ પર અસરકારક હોવાને કારણે ઓક્સિજનની અછત ના સર્જાય તે માટે પ્રતિદિન 400 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદન કરવાની ક્ષમતા સાથે ના ઓક્સિજન પ્લાન્ટ પણ 400 જેટલા તૈયાર કરવામાં આવશે.

Last Updated : Jun 23, 2021, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.