ગાંધીનગર : રાજ્યમાં લોકડાઉન દરમિયાન સરકારને કરોડો રૂપિયાનો આર્થિક નુકસાન થયું છે. ત્યારે પેટ્રોલનો ભાવ વધારા કર્યા બાદ હવે રાજ્ય સરકારે વાહનોના પીયુસી સર્ટીફિકેટના ભાવમાં વધારો કર્યો છે. જેમાં દસ રૂપિયાથી ૪૦ રૂપિયા સુધીનો વધારો વિવિધ કેટેગરીના વાહનોમાં કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે પીયૂસીના ભાવમાં વધારો કર્યો, 10 થી 40 રૂપિયાનો કરાયો વધારો
કોરોના લૉકડાઉનમાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ રહી હતી અને સૌકોઇને નાનુંમોટું આર્થિક ભારણ પડ્યું છે. જોકે હવે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે ત્યારે ક્રમશઃ દરેક બાબતે ભાવ વધારો સામે આવી રહ્યો છે. તેનાથી અંતે તો વપરાશકર્તા એવા સામાન્ય વર્ગના લોકોને જ આર્થિક માર વધી રહ્યો છે. કટકે કટકે નાની નાની રકમ તેના ખિસ્સામાંથી સરકીને આખરે ચીંથરેહાલ અનુભૂતિ કરાવી જાય તેવી સ્થિતિ બની રહી છે. પીયુસી સર્ટિફિકેટમાં ધરખમ ભાવવધારો કરોડો વાહન ચાલકોમાંથી લાખોને ભારે અસર કરી શકે તેમ છે.