- સરકારે કરોડો ચોરસ મીટર જમીન વેચી કે ભાડે આપી
- ગૌચર, ખરાબાની અને પડતર જમીન અપાઈ
- સૌથી વધુ જમીન કચ્છ જિલ્લામાં અપાઈ
આ પણ વાંચો : કોરોનાને લઈને વિધાનસભા સત્ર ટૂંકાવવાનું કોઈ આયોજન નથી: નીતિન પટેલ
છેલ્લા બે વર્ષમાં રાજ્યની કેટલી જમીન વેચાણ કે ભાડે અપાઈ ?
વિધાનસભા: રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 100 કરોડ 11 લાખ 09 હજાર 99 ચોરસ મીટર સરકારી પડતર, 06 કરોડ 74 લાખ 73 હજાર 273 ચોરસ મીટર ખરાબાની અને 34 લાખ 63 હજાર 322 ચોરસ મીટર ગૌચરની જમીન મળીને કુલ 107 કરોડ 20 લાખ 45 હજાર 694 ચોરસ મીટર સરકારી પડતર, ખરાબા અને ગૌચરની જમીન ભાડે અને વેચાણથી આપી છે.
![ગાંધીનગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-gnr-27-zameen-vechaan-photo-story-7209112_22032021230924_2203f_1616434764_296.jpg)
સરકારને ગરીબોને પ્લોટ આપવા જમીન નહીં અને ઉધોગપતિઓ માટે ખેરાત: કોંગ્રેસ
કોંગ્રેસે સરકાર પર વાર કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પાસે ગરીબોને આવાસ બાંધવા માટે 50 કે 100 વારના પ્લોટ આપવા માટે જમીન ઉપલબ્ધ નથી. સરકારી શાળાઓમાં રમત-ગમતના મેદાનો બનાવવા માટે સરકારી પડતર કે ખરાબાની જમની ઉપલબ્ધ નથી. ગૌચર માટે પશુપાલકો બૂમો નાખે છે. પરંતુ ઉદ્યોગપતિઓને ખેરાત કરવા માટે કરોડો ચોરસ મીટર જમીન ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : ગતિશીલ ગુજરાતમાં ખેતમજૂરોનું લઘુતમ વેતન ઓછુ: ઈમરાન ખેડાવાલા