- રાજ્ય સરકારની મહત્વની જાહેરાત
- મ્યુકોરમાઇકોસિસ બીમારીને મહામારી જાહેર કરી
- કેન્દ્ર સરકારે આપી હતી તમામ રાજ્યોને સૂચના
- કોર કમિટીમાં લેવાયો નિર્ણય
- કોર કમિટીમાં લેવાયો નિર્ણય
ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાન હેઠળ યોજાયેલી કોર કમિટીની બેઠકમાં મ્યુકોરમાઇકોસિસની બીમારીને મહામારી જાહેર કરી છે. આ બાબતે મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં મ્યુકોરમાયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી છે. કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશેષ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. એપીડેમિક ડીસીઝ એક્ટ-1897 અન્વયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સરકારી હોસ્પિટલમાં જ 60 ટકાથી વધુ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ સુરત શહેરની બહારના
કઈ ગાઈડલાઇન્સનું કરવું પડશે પાલન
આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ, ડાયગ્નોસિસ તથા ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ ICMR દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. આ રોગના શંકાસ્પદ તેમજ કન્ફર્મ કેસોની વિગતો ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે.
આ પણ વાંચોઃ મ્યુકોરમાઈકોસીસનો ખતરો વધ્યો,અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 300થી વધુ દર્દીઓ સારવાર હેઠળ