ગાંધીનગર : સ્વર્ણિમ સંકુલ 1માં CM વિજય રૂપાણીના કાર્યાલય સામે જ ભુવો પડતા પોલીસ અને સુરક્ષા એજન્સી દ્વારા બેરીકેટ લગાવીને રસ્તો કોર્ડન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, તમામ અધિકારીઓ,અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આજ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. આ જ રોડ પર ભુવો પડતા તાત્કાલિક ધોરણે કામદારોને બોલવાની ભુવો બરાબર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ચોમાસાના પ્રારંભમાં જ સ્વર્ણિમ સંકુલ-1ની સામે રસ્તા પર ભુવો પડ્યો - security agencies
રાજ્યમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. ત્યારે ચોમાસાની સીઝનમાં રાજ્યના અનેક રોડ રસ્તા પર મસમોટા ભુવા પડવાના કિસ્સો સામે આવે છે. ગઇકાલે સાંજે આવેલા વરસાદથી ગાંધીનગર સચિવાલયના સ્વર્ણિમ સંકુલ 1ની સામે ભુવો પડ્યો હતો.
etv bharat