ETV Bharat / city

લવ જેહાદ બિલ વિધાનસભા ગૃહમાં અંતિમ દિવસે રજૂ કરાશે

author img

By

Published : Mar 26, 2021, 6:57 PM IST

ગુજરાત વિધાનસભા ગૃહમાં આવનારા દિવસોમાં ધર્મ પરિવર્તનને લઈને મહત્વનું સુધારા વિધેયક દાખલ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લવ જેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને રૂપિયા 2 લાખ કરતાં ઓછો નહીં એટલા દંડની સજા થશે.

લવ જેહાદ બિલ વિધાનસભા ગૃહમાં અંતિમ દિવસે રજૂ કરાશે
લવ જેહાદ બિલ વિધાનસભા ગૃહમાં અંતિમ દિવસે રજૂ કરાશે

  • વિધાનસભા ગૃહમાં બિલ રજૂ થશે
  • બિલ કામ કાજ સલાહકાર સમિતિની બેઠકમાં મૂકવામાં આવ્યું
  • સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગુનો ગણાશે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહમાં આવનારા દિવસોમાં ધર્મ પરિવર્તનને લઈને મહત્વનું સુધારા વિધેયક દાખલ કરવામાં આવશે. આ વિધેયકમાં ગુજરાત અધિનિયમ 2003ની કેટલીક કલમોમાં સુધારો કરવામાં આવ્યો છે. આ બિલને રાજ્યપ્રધાન મંડળની બેઠકમાં મંજૂરી આપ્યા બાદ શુક્રવારે કામ કાજ સલાહકાર સમિતિની બેઠકમાં મૂકવામાં આવ્યું હતું. જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક સુધારા સામે આવ્યા છે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદ

લવ જેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને રૂપિયા 2 લાખ કરતાં ઓછો નહીં એટલા દંડની સજા થશે. તેમાં પણ સગીર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદ અને રૂપિયા 3 લાખથી ઓછો નહીં એટલો દંડ થશે. સ્ત્રી પક્ષના લોહી સબંધ ધરાવતાં કોઈ પણ સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશે. લગ્ન કરનારા, કરાવનારા કે મદદ કરનારાની વિરૂદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થશે.

આ પણ વાંચો : લવ જેહાદ કાયદો બજેટ સત્રમાં પાસ નહીં થાય, બજેટ સત્ર બાદ કાયદો થશે પસાર

લવ જેહાદ વિધાનસભા ગૃહમાં અંતિમ દિવસે રજૂ થશે

આ પ્રકારનો ગુનો બિન જામીનપાત્ર રહેશે. જેમાં લગ્ન કરાવનારી સંસ્થા-સંગઠનો સામે પણ પગલાં લેવાશે. ગુનાની તપાસ જિલ્લા પોલીસ વડા અને DYSP કરશે. સંસ્થા-સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા અને રૂપિયા 5 લાખનો દંડ થશે. લવ જેહાદ બિલ વિધાનસભા ગૃહમાં અંતિમ દિવસે રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, કેગના અહેવાલ બાદ લવ જેહાદ બિલ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : જૂનાગઢમાં કથિત લવ જેહાદના કિસ્સાના વિરોધમાં હિન્દુ સંગઠનોમાં રોષ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.