ગાંધીનગરઃ ગુજરાત રાજ્યની વિધાનસભાના સાતમા સત્રમાં આણંદના ધારાસભ્ય કાંતિ પરમારે ત્રીજા દિવસે પ્રશ્ન પૂછ્યો હતો કે, રાજ્યની તિજોરી પર કેટલા રૂપિયાનું દેવું છે ? તેના જવાબમાં નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, 2018- 19માં રાજ્યની તિજોરી પર 2,40,652 કરોડનું દેવું છે.
જેમાંથી રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી 7223 કરોડની લોન લીધી છે. જેમાં 2014-15માં 365 કરોડ, 2015-16માં 514 કરોડની ચૂકવણી છે. જ્યારે 2016-17માં 468 કરોડ, 2017-18માં 430 કરોડની અને 2018-19માં 406 કરોડની ચૂકવણી કરી છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારે લીધેલા લોનનો વ્યાજદર 0થી 13 ટકા હોય છે.