- રાજ્યમાં રસીકરણ બાબતે મોટો ખુલાસો
- રાજ્યમાં હજુ પ્રથમ અને બીજા ડોઝ નહિ લીધા હોવાના આંકડા સામે આવ્યા
- 46,29,943 નાગરિકોએ હજુ પ્રથમ ડોઝ જ નથી લીધો
- બીજો ડોઝ ડ્યું હોય તો પણ 55,83,571 લોકોએ હજુ રસી નથી લીધી
- સરકાર હવે ઘરે ઘરે જઈને આપશે રસી
ગાંધીનગર: 17 નવેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક આંકડો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક લોકોએ લઈ લીધી નથી. કેબિનેટ બેઠકમાં (Cabinet meeting) થયેલા નિર્ણય મુજબ રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ (jitu vaghani) સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે જઈને રસીકરણ અભિયાન વધુ ઝડપી બનાવવામાં આવશે. આમ રાજ્ય સરકાર દ્વારા હવે જે લોકોએ કોરોના રસીનો ડોઝ લીધો નથી તેવા તમામ નાગરિકોના ઘરે જઈને (door to door vaccination) રસીકરણ કરવામાં આવશે.
પ્રથમ ડોઝની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ હોય તેવા જિલ્લા અને કોર્પોરેશન
- સુરત કોર્પોરેશન
- રાજકોટ કોર્પોરેશન
- ભાવનગર કોર્પોરેશન
- ગાંધીનગર કોર્પોરેશન
- જૂનાગઢ કોર્પોરેશન
- બરોડા કોર્પોરેશન
- અમદાવાદ જિલ્લો
- જૂનાગઢ જિલ્લો
- તાપી જિલ્લો
- મહીસાગર જિલ્લો
કોર્પોરેશન વિસ્તારમાં પ્રથમ અને બીજા ડોઝ બાકી હોય તેવી વિગતો:-
કોર્પોરેશન | પ્રથમ ડોઝ | બીજો ડોઝ | કુલ બાકી |
અમદાવાદ | 1,14,265 | 8,27,416 | 9,41,681 |
રાજકોટ | 00 | 2,05,652 | 2,05,652 |
સુરત | 00 | 6,05,948 | 6,05,948 |
બરોડા | 00 | 23,955 | 23,955 |
જામનગર | 32,025 | 67,831 | 99,856 |
ભાવનગર | 00 | 72,271 | 72,271 |
જૂનાગઢ | 00 | 42,897 | 42,897 |
ગાંધીનગર | 00 | 63,504 | 63,504 |
જિલ્લામાં પ્રથમ અને બીજા ડોઝ બાકી હોય તેવી વિગતો:-
જિલ્લા | પ્રથમ ડોઝ | બીજો ડોઝ | કુલ બાકી |
મહેસાણા | 3,52,779 | 1,45,954 | 4,98,733 |
બનાસકાંઠા | 2,97,852 | 1,69,722 | 4,67,574 |
કચ્છ | 2,08,679 | 2,58,106 | 4,66,785 |
અમરેલી | 3,46,117 | 1,01,637 | 4,47,754 |
સુરેન્દ્રનગર | 2,94,223 | 1,32,178 | 4,26,401 |
સુરત | 1,18,774 | 2,73,702 | 3,92,476 |
ગાંધીનગર | 2,24,522 | 1,62,670 | 3,87,192 |
ગીર સોમનાથ | 1,48,276 | 2,35,458 | 3,83,734 |
આણંદ | 2,93,667 | 76,492 | 3,70,159 |
ભાવનગર | 1,37,125 | 2,23,226 | 3,60,351 |
પાટણ | 3,12,365 | 46,869 | 3,59,234 |
રાજકોટ | 92,780 | 2,22,064 | 3,14,844 |
મોરબી | 1,33,330 | 1,49,971 | 2,83,301 |
વલસાડ | 71,034 | 2,10,553 | 2,81,587 |
પંચમહાલ | 1,99,940 | 55,262 | 2,55,202 |
ભરૂચ | 34,713 | 2,18,620 | 2,53,333 |
બોટાદ | 1,81,903 | 68,726 | 2,50,629 |
ખેડા | 1,46,787 | 81,551 | 2,28,338 |
નવસારી | 1,49,616 | 53,991 | 2,03,607 |
સાબરકાંઠા | 1,05,352 | 83,361 | 1,88,713 |
છોટા ઉદેપુર | 1,80,776 | 3034 | 1,83,810 |
દ્વારકા | 76,385 | 93,908 | 1,70,293 |
પોરબંદર | 70,912 | 81,316 | 1,88,713 |
જામનગર | 50,840 | 1,01,326 | 1,52,166 |
બરોડા | 14,770 | 1,30,231 | 1,45,001 |
અરવલ્લી | 1,22,542 | 19,842 | 1,42,384 |
નર્મદા | 49,556 | 13,698 | 63,254 |
દાહોદ | 37,220 | 17,651 | 54,871 |
ડાંગ | 30,821 | 12,844 | 43,665 |
મતદાનયાદીનો ઉપયોગ
રાજ્યમાં કોરોના સંક્રમણથી બચવા માટે રસીકરણની (vaccination in Gujarat) કામગીરી કરવામાં આવી હતી. જે કારગર સાબિત થઇ છે. રાજ્યમાં જેટલા પણ લોકોએ કોરોનાની રસી લીધી નથી, તે વિગતો પ્રાપ્ત કરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા મતદાર યાદીનો ઉપયોગ (Use of voter list) કરવામાં આવી રહ્યો છે. મતદારયાદીના ઉપયોગથી લોકોના ઘરે જઈને (door to door vaccination) રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં વેક્સિન બાબતે નિષ્ક્રિયતા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના (Department of Health) આંકડા પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (AMC) વ્યક્તિનું બાબતે ખૂબ જ નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કુલ 1,14,265 નાગરિકો પ્રથમ ડોઝમાં અને 8,27,416 નાગરિકોએ કે જેઓ પ્રથમ ડોઝ પ્રાપ્ત કરી લીધો છે પણ બીજો ડોઝ લેવા નથી જઈ રહ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના રસીકરણ વધે તેને ધ્યાનમાં લઈને જે લોકો રસીકરણ માટે આવે છે તેઓને રસીકરણ બાદ એક લિટર તેલનું પાંઉચ આપવાની જાહેરાત કરવામાં આવી છે.