- તબીબોના કારણે કોરોનાની લડાઈ લડી રહ્યા છીએ
- વિરોધ મામલે રાજ્ય સરકારનું પોઝિટિવ વલણ
- મુખ્યપ્રધાને વિરોધ ન કરી કામ પર પરત ફરવા કહ્યું
ગાંધીનગર: મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું હતું કે, કોરોના જેવી મુશ્કેલીઓમાં કોરોના વોરિયર્સ તરીકે ઉભરેલા મેડિકલ ક્ષેત્રના લોકોના કારણે આપણે આ લડાઈ સામે લડી શક્યા છીએ. તબીબોની કર્તવ્યનિષ્ઠતાના લીધે જ આપણે કોરોના સામે લડી રહ્યા છીએ. રાજ્ય સરકાર આ મામલે પોઝિટિવ રીતે વિચારી રહી છે. જેથી હું તેમને આ વિરોધ ન કરવાનું કહીને કામ પર પરત ફરવા માટે સૂચન કરું છું.
આરોગ્ય, નાણા સચિવ સહિતની કમિટી સાથે ચર્ચા થઈ રૂપરેખા તૈયાર થઈ છે
"રાજ્ય સરકાર હંમેશા પોઝિટિવ રહી છે. આરોગ્ય અને નાણાં સચિવ સહિતની કમિટી સાથે ચર્ચા થઈ રૂપરેખા તૈયાર થઈ ગઈ છે. મેડિકલ વ્યાજબી માગણી સરકાર સ્વીકારશે. જેથી તાત્કાલિક હડતાલ બંધ કરવા હું અપીલ અપીલ કરું છું." તેવું મુખ્યપ્રધાને મીડિયા સમક્ષ જણાવ્યું હતું. જોકે, છેલ્લા ઘણા સમયથી તેમની 10થી વધુ માંગણીઓ છે. જેમાં છેલ્લા બે મહિનાથી પ્રકારનો વિરોધ વધુ જોવા મળ્યો છે. જેનું જલદી નિરાકરણ લાવવા માટે સરકાર વિચારણા કરી રહી છે.
આ રીતે વિરોધ ન કરીને ટેબલ ટોકથી પ્રશ્ન ઉકેલવો વધુ યોગ્ય
સિવિલ ગાંધીનગર, અમદાવાદ તેમજ અલગ અલગ શહેરોમાં ટીચર મેડિકલ એસોસિએશન, નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ કરવામાં આવી થયો છે. જેને અનુસંધાનમાં મુખ્યપ્રધાને વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર પર ભરોસો રાખો. જલદી આ અંગે નિર્ણય લેવાશે. વ્યાજબી માગણીઓનો સ્વીકાર થશે જ, બાકી પ્રશ્નો માટે ચર્ચા ચાલુ રહેશે એમ મુખ્યમંત્રી રૂપાણી એ જણાવ્યુ હતું. અમે આરોગ્યના કર્મચારીઓને માનથી જોઈએ છીએ. ટેબલ ટોકથી પ્રશ્ન ઉકેલવો વધુ યોગ્ય એમ પણ તેમણે કહ્યું હતું.