- કોરોનાના સમયમાં રાજય સરકારે રૂપિયા 31 કરોડથી વધુની ખરીદી PPE કીટ
- રઘુ દેસાઇએ વિધાનસભામાં કરેલા પ્રશ્નનો નીતિન પટેલે રજૂ કર્યો જવાબ
- સરકારે 5 લાખ 23 હજાર 500 કીટનો ઓર્ડર આપ્યો, પણ સપ્લાય માત્ર 4 લાખ 43 હજાર 560 કીટની જ થઈ
ગાંધીનગરઃ રાજય સરકાર દ્વારા કોરોનાની મહામારીમાં કામ કરી રહેલા ડોક્ટર્સ, નર્સ અને કોરોના વોર્ડમાં કામ કરતા લોકોને PPE કીટ પહેરીને જ કામ કરવાની સુચના આપવામાં આવી હતી. કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર, નર્સ સહિતના લોકોને કોરોના સંક્રમણ ન થાય તે માટે PPE કીટ કામ આવે છે. જેથી સરકારી હોસ્પિટલોમાં સરકાર દ્વારા PPE કીટ આપવામાં આવી હતી. સાથે સાથે ઇલેકશનમાં પણ PPE કીટ અધિકારીઓેને આપવામાં આવી હતી. ત્યારે રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઇએ સરકારને સવાલ કર્યા હતો કે, છેલ્લા એક વર્ષમાં રાજય સરકાર દ્વારા કઇ કંપની પાસેથી, કેટલી પીપીઇ કીટ કયાં ભાવે ખરીદવામાં આવી, કેટલી કીટ ખરીદવામાં આવી, અને તેને લઇને સરકાર દ્વારા કંપનીઓને કેટલી રકમ ચુકવવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાત પાસે PPE કીટ અને માસ્કનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: નીતિન પટેલ
રૂપિયા 320થી લઇને રૂપિયા 1087 સુધીનો ભાવ ચુકવવામાં આવ્યો
રઘુ દેસાઇના સવાલનો જવાબ આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જવાબ રજૂ કરતા કહ્યું કે, રાજય સરકાર દ્વારા કુલ 10 કંપનીઓ પાસેથી PPE કીટની ખરીદી કરવામાં આવી હતી. જેમાં રૂપિયા 320થી લઇને રૂપિયા 1087 સુધીનો ભાવ ચુકવવામાં આવ્યો હતો. સરકારે કોરોના કાળ દરમિયાન એક વર્ષના સમયગાળામાં કુલ 10 કંપનીઓેને વિવિધ રીતે 5 લાખ 23 હજાર 500 કીટનો ઓર્ડર આપ્યો હતો. જેમાંથી કંપનીઓએ કુલ 4 લાખ 43 હજાર 560 કીટની સપ્લાય કરી હતી. જેને લઇને સરકારે કુલ રૂપિયા 31 કરોડ 64 લાખ 47 હજાર 949ની રકમ ચુકવી હતી. તમામ કંપનીઓને સરકાર દ્વારા રૂપિયાની ચુકવણી કરી દેવામાં આવી છે. એક પણ કંપનીને રૂપિયા ચુકવવાના બાકી નથી.
આ પણ વાંચોઃ રાજકોટ સિવિલમાં સાડી પર PPE કીટ પહેરીને 8 મહિલાઓ દરરોજ કરે છે દર્દીઓની સેવા
કેવી રીતે વાપરવામાં આવે છે PPE કીટ
સોલા સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, એક PPE કીટનો ઉપયોગ 8 કલાક સુધી કરવામાં આવે છે. કોરોના દર્દીઓના સંપર્કમાં આવતા તમામ લોકોને PPE કીટ આપવામાં આવે છે. જેનાથી કોરોનાનો ચેપ સારવાર કરતા ડોક્ટર, નર્સ, સફાઇ કામદારો, જમવાનું આપનારા સહિત કોરોના વોર્ડ સાથે સંકળાયેલા તમામ લોકો કે જેનાથી સંક્રમિત ન થયા તે માટે PPE કીટ આપવામાં આવે છે. જો કોઇ પણ દર્દીનું કોરોનાથી મૃત્યું થાય, તો તેવા કિસ્સામાં તેના સગા-સંબંધીને બે PPE કીટ આપવામાં આવે છે. જેનાથી તેમના સંબંધીઓ અને પરિવારના લોકો કોરોના સંક્રમિત ન થાય અને તેમની અંતિમવિધી કરી શકે. આ PPE કીટ કાપડ જેવા મટીરીયલની હોય છે. જેનાથી કોરોના વાઇરસની અસર ન થાય.
કંપનીનું નામ | ભાવ પ્રતિ નંગ | ઓર્ડરનો જથ્થો | સપ્લાયનો જથ્થો | કુલ રકમ | ન આવેલ માલની રકમ | ચુકવેલ રકમ | બાકી રકમ |
મે.એચેએલએલ લાઇફ કેર લીમીટેડ | 320 | 15000 | 4740 | 4800000 | 3283200 | 1516800 | 0 |
મે.એચેએલએલ લાઇફ કેર લીમીટેડ | 1087 | 38500 | 0 | 41849500 | 0 | 0 | 0 |
મે.ક્યોર સેફટી ઇન્ડીયા લીમીટેડ | 1087 | 125000 | 100000 | 135875000 | 29071480 | 106803520 | 0 |
મે.આઇએમએ, રાજકોટ | 504 | 10000 | 10000 | 5040000 | 96000 | 4944000 | 0 |
મે.હંસીલ એન્ટરપ્રાઇઝ | 766.5 | 130000 | 100000 | 99645000 | 4057747 | 117322253 | 0 |
મે.હંસીલ એન્ટરપ્રાઇઝ | 241.5 | 90000 | 113820 | 21735000 | - | - | - |
મે.બ્રોડકાસ્ટ એન્જીનીયરિંગ કન્સલટન્ટ ઇન્ડીયા લીમીડેટ | 1087 | 10000 | 10000 | 10870000 | 207048 | 10662952 | 0 |
મે.ટેંગ લાઇફ એલએલપી | 766.5 | 25000 | 25000 | 19162500 | 383250 | 18779250 | 0 |
મે.રે પ્રો-એક્ટિવ સોલ્યુશન | 650 | 25000 | 25000 | 16250000 | 309527 | 15940473 | 0 |
મે.કુમાર કોટોન મીલ્સ (પી).લી | 766.5 | 25000 | 25000 | 19162500 | 364990 | 18797510 | 0 |
મે.મમતા ઇન્ડસ્ટ્રીઝ | 682.5 | 25000 | 25000 | 17062500 | 325000 | 16737500 | 0 |
મે.ઓમ્નીબસ ઇન્ડસ્ટ્રીઅલ | 1007.94 | 5000 | 5000 | 5039700 | 96009 | 4943691 | 0 |
કુલ | 8966.44 | 523500 | 443560 | 396491700 | 38194251 | 316447949 | 0 |