- ઓક્સિજન મામલે કલેક્ટરે નિવેદન આપ્યું
- પ્રાઇવેટ હોસ્પિટલોમાં તેની ઘટ છે
- ઇન્કવાયરીઓ પૂરી પાડી શકતા નથી
ગાંધીનગર : શહેરમાં ઓક્સિજન બેડની અછત સર્જાઈ હોય તેવું સામે આવ્યું હતું. જે મામલે જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, એ વાત સાચી છે કે કેટલીક ખાનગી હોસ્પિટલમાં સપ્લાય પોઇન્ટ ઓછા મળતા ઓક્સિજન અછતના સવાલો ઉભા થાય છે. જોકે જિલ્લાઓમાં સ્ટોરેજ કેપેસિટી પૂરતી જ છે. રિક્વાયરમેન્ટ કરતા વધુ સ્ટોરેજ કેપેસિટી છે. ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન બેડની વ્યવસ્થા લિમિટ પુરતી હોવાથી આ પ્રકારની સમસ્યા સામે આવે છે. તેવું તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટ સિવિલની વધુ એક બેદરકારી, જીવતા દર્દીના પરિવારને ફોન કરીને મૃત જાહેર કર્યા
ખાનગી હોસ્પિટલમાં સપ્લાય પોઇન્ટની વ્યવસ્થા પુરતા પ્રમાણમાં હોવી જોઈએ
ઓક્સિજનની અછત મામલે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન બેડની અછત હોય છે એ વાત સાચી છે. અમુક ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન લિમિટમાં હોય છે. જ્યાં સુધી એ વ્યવસ્થા નહીં થાય, આ જરૂરિયાતો પૂરી નહીં થાય એટલે કે સપ્લાય પોઇન્ટની વ્યવસ્થા નહીં જળવાય, ત્યાં સુધી કેટલીક ખાનગી હોસ્પિટલોમાં આવું થશે. આમ ગાંધીનગર જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યાએ જણાવ્યું હતું. જેમણે કેટલી ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે તેનું નામ લઈને જણાવ્યું હતું.
આ પણ વાંચો : રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઇરસના વિક્રમજનક 11,403 પોઝિટિવ કેસ નોંધાયા
ગાંધીનગરમાં 1,600 જંબો સિલિન્ડર વપરાય છે
ગાંધીનગર જિલ્લામાં ઓક્સિજનની 75 ટન સ્ટોરેજ કેપેસિટી છે. જોકે રિકવાયરમેન્ટ અત્યારે 35 ટન જેટલી છે. અત્યારે 1,600 જંબો સીલિન્ડર વપરાય છે. લોકો છેલ્લી ઘડીએ ઓક્સિજનની રિકવાયરમેન્ટ પડતા હોસ્પિટલો સુધી પહોંચે છે. જેમને 1,077 હેલ્પલાઇન પર ફોન કરીને જવું જોઈએ. જેથી તેમને ઓક્સિજનની જાણકારી આસાનીથી મળી શકે અને ધક્કો ન ખાવો પડે. જ્યાં ઓક્સિજન હોય ત્યાં જ તેઓ યોગ્ય સમયે પહોંચી શકે.