ETV Bharat / city

ભારત માતાનું ગુજરાતનું પહેલું મંદિર ગાંધીનગરમાં નિર્માણ પામ્યું - Deputy Chief Minister

ગાંધીનગરમાં ગુજરાત રાજ્યનું પહેલુ ભારત માતાનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન લવ જેહાદના કાયદાને લઈને કેટલાક સ્પષ્ટીકરણો આપ્યા હતા.

mata
ભારત માતાનું ગુજરાતનું પહેલું મંદિર ગાંધીનગરમાં નિર્માણ પામ્યું
author img

By

Published : Aug 28, 2021, 12:19 PM IST

  • ગુજરાતનું પહેલું ભારત માતાનું મંદિર સેક્ટર 7માં બન્યું
  • ભારતમાતા મંદિરમાં મૂર્તીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સેક્ટર 7માં યોજાયો
  • પ્રદીપસિંહ જાડેજા અને નીતિન પટેલે આપી હાજરી

ગાંધીનગર: ગુજરાતનું પહેલું ભારત માતાનું ભવ્ય મંદિરનું ગાંધીનગર સેકટર 7માં નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ભારત માતાનું મંદિર 1 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રિદિપસિંહ જાડેજા અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આપી હાજરી આપી હતી. આખા ભારતમાં ભારતમાતાના ત્રણ કે ચાર જેટલા મંદિરો છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રણ દિવસનો પ્રોગ્રામ યોજાયો હતો. જેનો આ પૂર્ણાહુતિ કાર્યક્રમ હતો.

2014માં મંદિરના બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી

1989માં આ જગ્યાની માંગણી કરાઈ હતી, ત્યારે 1,500 વારનો પ્લોટ મળ્યો હતો. 1992 પછી પ્લોટને કોર્ડન કરાયો અને 2006માં બાંધકામ માટે નક્કી કરાયું અને એ ક્ષેત્રે કામ કરતા, 2014માં મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના સમયે બાંધકામની મંજુરી આપી અને આ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું. પ્રાણ પ્રતિષ્ઠાના સમયે કોરોનાને કારણે આ ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોડો કરાયો હતો. વી.એચ. પી સાથે જોડાયેલા દિલીપ પટેલે કહ્યું કે, "2500 ચોરસ મીટરમાં મંદિર અંદાજિત 1 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું. ગુજરાતનું ભારત માતાનું આ પહેલું મંદિર છે".
આ પણ વાંચો : ઝવેરચંદ મેઘાણીની જન્મથી મરણ સુધીની યાદગાર પળો : રાજકવિના મુખે મેઘાણી માટે શુ હતા શબ્દો
લવ જેહાદ માટે સરકારનો કોઈ રાજકીય એન્જડા નથી

પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે, "ગુજરાતમાં વિધાનસભામાં પહેલા પણ આપણે ઘણા કાયદા લાવ્યા છે, જેમાં 33 કરોડ દેવનો વાસ છે તેવા ગૌ હત્યાનો કાયદો લાવ્યા છીએ. જેમાં કસાઈને કેદની સજા થાય છે. ગુજરાતમાં કેટલાક વી ધર્મી દ્વારા નામ બદલી, તિલક કરીને, હાથે નાળા છડી બાંધીને હિન્દૂ દીકરીઓ સાથે લગ્ન કરતા હતા અને અને જબરજસ્તી ધર્માંતરણ કરવતા હતા. તે બાદ દીકરીઓને મરવાનો વારો આવતો હતો. કેટલાક લોકો હાઈકોર્ટેમાં ગયા અને હાઇકોર્ટે ધર્મ સ્વાતંત્ર સુધારા કાયદો એટલે કે લવ જેહાદ સામે સ્ટે આપી આપ્યો હતો. આ કાયદા માટે સરકારનો કોઈ રાજકીય એન્જડા નથી પરંતુ ગુજરાતની દીકરી માટેનો આ કાયદો છે. જેથી ગુજરાત સરકાર સ્ટે સામે સુપ્રીમ કોર્ટમાં જશે. સમગ્ર દેશમાં અને ગુજરાતમાં વી.એચ.પી સારું કામ કરી રહી છે. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હતા, ત્યારે તેમને ભગાવન રામનું મંદિર બનાવવાનું શરૂ કરી દીધું છે.

ભારત માતાનું ગુજરાતનું પહેલું મંદિર ગાંધીનગરમાં નિર્માણ પામ્યું
મુલ્લાઓ અને મિશનરીઓ બિસ્ત્રા પોટલા સંકેલી લે : સુરેન્દ્ર જૈન

ગાંધીનગર સેકટર 7 ખાતે ભારત માતા મંદિરની ધર્મ સભામાં સુરેન્દ્ર જૈન ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વીએચપીના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને મીડિયા સાથે લવ જિહાદના મામલે વાત કરતા જણાવ્યું હતું કે, " ગુજરાતમાં ધર્માંતરણ નહિ ચાલે. વી.એચ.પી દ્વારા લવ જેહાદ મામલે સરકારને જ્યા પણ જરૂર પડશે ત્યાં મદદરૂપ થઈશું. રામનું કામ સરળ નથી હોતું. વીએચપીનું લવ જેહાદ અને ધર્માંતરણ મામલે અવિરત કામ ચાલતું જ રહેશે. લગભગ 2023માં રામ મંદિર બનશે".

કોર્ટની માર્ગદર્શિકા માટે હોસ્પિટલોને લઈને કમિટી બનાવાઇ

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, "કોરોના સંક્રમણ ગુજરાતમાં તો પૂર્ણ થવા પર છે. કેસોની સંખ્યા 17 પર પહોંચી છે. હાઇકોર્ટ અને સુપ્રિમકોર્ટ જે પ્રમાણે સુચના આપે તે પ્રમાણે હોસ્પિટલોની સુરક્ષા માટે દર્દીઓની સુરક્ષા માટે જે પણ ગાઈડ લાઈન હશે તે તમામ કામ નગરપાલિકા, મહાનગરપાલિકા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ અંગે મુખ્ય પ્રધાને સચિવો કમિટી બનાવી છે જેમાં માર્ગદર્શક સૂચનાઓ હોસ્પિટલને યોગ્ય જાળવણી માટે અપાય છે તેનું પાલન થાય તેનું દેખરેખ રાખી રહી છે".

આ પણ વાંચો : જાણો, અમદાવાદમાં જુદા-જુદા કૃષ્ણ મંદિરમાં કેવી રીતે ઉજવાશે જન્મોત્સવ...

પેટ્રોલ ડીઝલમાં બાયોડીઝલના ઉમેરાવુ તેવું રાજ્ય સરકારે નક્કી કરી ઝુંબેશ ચલાવી

પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, "ગુજરાતમા બાયોડીઝલ ભેળસેળનુ જે કૌભાંડ ચાલતુ હતું તેમાં રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે, પેટ્રોલ ડીઝલમાં બાયોડીઝલ ના ઉમેરાવુ જોઇએ. આ ઝુંબેશને વ્યાપક સફળતા મળી છે. કોલસા ચોરીનો પણ ધંધો ચાલતો હતો. તેમાં પણ સ્ટેટ મોનિટરીગ સેલને આની જવાબદારી સોંપવામા આવી છે".

આખા રાજ્યમાં ફોર લેન સિક્સ લેન હાઈવે હશે ત્યાં ભારત માતાની પધરામણી થશે: નીતિન પટેલ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, આખા રાજ્યમાં ફોર લેન સિક્સ લેન હાઈવે હશે ત્યાં ભારત માતાની પધરામણી કરવામાં આવશે. લવ જેહાદ મામલે મારે રીટ જે સંગઠને કરી છે, તેમને મારે પૂછવું છે કે, હિંદુ દીકરીઓ હિન્દુઓને પરણે પરંતુ હિન્દુ છોકરો કોઈ નિર્દોષ છોકરીને ફસાવે છે તો આ કાયદો એના પર પણ લાગુ પડે છે. આ કોઈ ધર્મને અનુલક્ષીને લેવાયેલો કાયદો નથી. આ સંગઠને અભિનંદન સરકારને આપવા જોઈએ કેમ કે દીકરીઓની સુરક્ષા માટેનો આ કાયદો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.