ETV Bharat / city

શ્રી કમલમ્ ખાતે ભાજપની પ્રદેશ મહિલા મોરચાની પ્રથમ કારોબારી બેઠક મળી - શ્રી કમલમ્

ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપની પ્રદેશ મહિલા મોરચાની પ્રથમ કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વનાથી શ્રીનિવાસન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની 'મન કી બાત' ને સાંભળવામાં આવી હતી.

Gujarat News
Gujarat News
author img

By

Published : Jul 25, 2021, 10:55 PM IST

  • પ્રદેશ ભાજપની મહિલા મોર્ચાની કારોબારી બેઠક મળી
  • બેઠકમાં ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વનાથીજી શ્રીનિવાસન ઉપસ્થિત
  • મહિલાઓ માટે આર્થિક પાસું મહત્વનું : વનાથી શ્રીનિવાસન
  • ભારત સરકાર મહિલાઓ માટે હકારાત્મક: વનાથી શ્રીનિવાસન

ગાંધીનગર : ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ભાજપની પ્રદેશ મહિલા મોરચાની પ્રથમ કારોબારી બેઠક (First executive meeting) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ (National President of the Women's Front ) વનાથી શ્રીનિવાસન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન (PM) ની 'મન કી બાત' ને સાંભળવામાં આવી હતી. પ્રદેશ કાર્યાલય પર ઉપસ્થિત ભાજપના હોદ્દેદારોએ વનાથી શ્રીનિવાસનનું સ્વાગત કર્યું હતું.

શ્રી કમલમ્ ખાતે ભાજપની પ્રદેશ મહિલા મોરચાની પ્રથમ કારોબારી બેઠક મળી

આ પણ વાંચો: સુરતમાં 14 વર્ષ બાદ ધીરૂ ગજેરાની ભાજપમાં ઘર વાપસી, સી. આર. પાટીલે કહ્યું, પાટીદારના હાથમાં ઝાડુ ન શોભે

વનાથી શ્રીનિવાસન ગુજરાતની માહિલાઓથી પ્રભાવિત

વનાથી શ્રીનિવાસને જણાવ્યું હતું કે, કેન્દ્રમાં 11 પ્રધાનોને સ્થાન આપીને ભાજપે મહિલાઓનું રાજકારણમાં મહત્વ સાબિત કર્યું છે. આગામી 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી (2022 Gujarat Assembly Election) લડવા મહિલા મોર્ચો સજ્જ છે. ગુજરાત સરકાર જે રીતે સમુહમાં મહિલાઓને આર્થિક સહાય કરી રહી છે. તે મહિલાઓ માટે ફાયદાકારક છે. અહીંનું સખીમંડળ પ્રેરણાદાયક છે. સરકારે કોરોનાના સમયમાં સારું કાર્ય કર્યું છે. મહિલા મોર્ચો ફક્ત ભાજપ માટે નહીં, પરંતુ સમગ્ર દેશની મહિલાઓનો અવાજ સરકાર સમક્ષ રજૂ કરશે.

આ પણ વાંચો: ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે નવા સંગઠનની પ્રથમ બેઠક યોજાઇ

રાજ્યમાં મહિલાઓ માટે 272 યોજનાઓ

રાજ્યના મહિલા અને બાળ વિકાસ પ્રધાન (Minister of State for Women and Child Development) વિભાવરી દવેએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 272 યોજના મહિલાઓ માટે છે. જેમાં દીકરીના જન્મથી લઈને તેની વૃદ્ધાવસ્થા સુધીની યોજનાનો સમાવેશ થાય છે. બાળકીઓને જન્મ પર પ્રોત્સાહક યોજના, તેમને નિઃશુલ્ક ભણતર, ડૉક્ટર બનવાની તમામ ફી, લગ્ન સહાય અને ગંગાસ્વરૂપ પેન્શનનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.