ETV Bharat / city

ફાયર સુધારા વિધેયક બિલ સર્વ સંમતિથી પસાર, કોંગ્રેસે કાયદાનો કડક અમલ કરવાની કરી માંગ

author img

By

Published : Mar 4, 2021, 9:26 AM IST

Updated : Mar 4, 2021, 4:26 PM IST

વિધાનસભા ગૃહમાં સરકારે ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસે કડક કાયદાનું પાલન થાય તેવી માંગ કરી હતી.

ફાયર સુધારા વિધેયક બિલ સર્વ સંમતિથી પસાર

  • વિધાનસભા ગૃહમાં ફાયર બિલ સર્વસંમતિથી થયું પસાર
  • કોંગ્રેસે કડક કાયદાના અમલની કરી માંગ
  • સરકાર ફાયર વગરની માલ-મિલકત સિલ કરી હોવાની આપી વિગતો

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના તમામ સભ્યોની સર્વ સંમતિથી વિધાનસભાગૃહમાં ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે. આ સાથે જ કોંગ્રેસે બિલને ટાંકતા સરકાર પર પ્રહાર કર્યા હતા કે નિયમો બનાવ્યા છે તો તેનો કડકપણે અમલ પણ કરો.

કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારને આડે હાથ લીધી

સુધારા વિધેયક પર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. શૈલેષ પરમારે અને અધિકાર ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ લગાવ્યો હતો. આ સાથે જ સુધારા વિધેયક દરમિયાન સુરતના તક્ષશિલા કાંડને પણ યાદ કરવામાં આવ્યો હતો, સાથે જ તેઓએ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, ફાયર સેફ્ટીના મામલે રાજ્ય સરકાર પોતાની ખામીઓ ઢાંકી રહી છે. રાજ્ય સરકારે 27 જાન્યુઆરીએ આ કાયદો લાવવાની જરૂર એટલે પડી છે કે રાજ્ય સરકાર તેની જવાબદારીઓમાં નિષ્ફળ નીવડી છે. સરકાર આ બિલ લઈને આવી છે .સરકારે હાઈકોર્ટમાં જે એફિડેવિટ કરી છે તેમાં વિગત અપાઈ છે તે મુજબ રાજ્યની સાત હોસ્પિટલો, 450 હોટલ પાસે ફાયર NOC નથી. આ હોસ્પિટલને COVID લાયસન્સ કેન્સલ કર્યા કે કેમ તે મુદ્દે પણ રાજ્ય સરકાર જવાબ આપે આવા અનેકનો શૈલેષ પરમારે કર્યા હતા.

આ પણ વાંચો: સુરત ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલની પ્રક્રિયા હાથ ધરી

આધુનિક બિલ્ડીંગ બનાવનારાની જવાબદારી નક્કી કરવી જોઈએ: હિંમતસિંહ પટેલ

ફાયર સુધારા બિલ પર બાપુનગરના ધારાસભ્ય શ્રી પટેલ વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ફાયર સેફ્ટી સુધારો લાવ્યા છે, ત્યારે આધુનિક બિલ્ડીંગ બનાવનારા સામે પણ જવાબદારી બનાવી જોઈએ. આગ લાગે ત્યારે સ્થળ પર ફાયરની ટીમ પહોંચી જવું જોઇએ, જ્યારે પાંચ લાખની વસ્તી મુજબ ફાયરની તમામ સુવિધા હોવી જોઈએ. આ ઉપરાંત રાજ્યમાં જે અગ્નિ કાંડ થયા છે તેમાં કેટલા નિર્દોષનું મરણ થયું છે. જેમાં નામદાર કોર્ટે પણ સરકારની ટીકા કરી છે. આમ પ્રાઇવેટ સેક્ટરની સાથે સરકારી મશીનને પણ અપડેટ કરવાની વાત હિંમતસિંહ પટેલે વિધાનસભાગૃહમાં કરી હતી..

સ્વર્ણિમ સંકુલ 1-2 અને વિધાનસભામાં ફાયર NOC ખરી?: નૌશાદ સોલંકી

કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ સોલંકી ફાયરસેફ્ટી બાબતે વિધાનસભામાં ચર્ચા કરતા વિધાનસભા સંકુલ -1 અને સ્વર્ણિમ સંકુલ- 2ની સુરક્ષા બાબતે પણ પ્રશ્ન ઊભો કર્યો હતો વિધાનસભા અને સ્વર્ણિમ સંકુલમાં ફાયરસેફ્ટી છે કે નહીં તે બાબતનો પ્રશ્ન વિધાનસભાગૃહમાં કર્યો હતો. આ સાથે જ કાયદો લાવવો જરૂરી છે પણ તેનો અમલ પણ વધુ કડકાઈથી કરવો તે પણ વધી રહી હોવાનું નિવેદન વિધાનસભા ગૃહમાં નવસાદ સોલંકીએ આપ્યા હતા. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રતિ ઉત્તર આપતાં જણાવ્યું હતું કે, જે વિધાનસભાગૃહમાં બેઠા છીએ, તો વિધાનસભા ગૃહ અને સંકુલમાં ફાયરના તમામ સાધનો છે. ફાયરના તમામ કર્મચારીઓ હાજર રહે છે અને તમામ સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા હોવાનું પણ ખુલાસો વિધાનસભા અધ્યક્ષે આપ્યો હતો.

સરકારે તમામ જગ્યાએ ફાયરની સુવિધાઓ ઉભી કરી છે

કોંગ્રેસના તમામ સભ્યોના આક્ષેપ બાદ રાજ્યનાં નાણાં પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કે, જેઓ ફાયર સેફ્ટી સુધારા વિધેયક લાવ્યા હતા. તેઓએ વિધાનસભા ગૃહમાં જવાબ આપ્યો હતો કે, મેં 21 વર્ષની ઉંમરે રાજનીતિમાં પ્રવેશ મેળવ્યો હતો અને આરોગ્યની જવાબદારી મને આપી હતી. તે સમયે નગરપાલિકા-મહાનગરપાલિકામાં રાજ્ય સરકારે કોઇ પ્રકારની ગ્રાન્ટ ફાળવી ન હતી. 1995 સુધી કોઈ પ્રકારની વ્યવસ્થા હતી નહી. કોંગ્રેસના શાસનમાં પણ કોઈ ગ્રાન્ટ મળતી ન હતી. જ્યારે રાજ્ય સરકારે ફાયરનાં સાધનો ન હોય તેવી અનેક મિલકતો સીલ કરી છે. જેમાં સુરતમાં 37, અમદાવાદમાં 6, રાજકોટમાં 11, ભાવનગરમાં 8 સહિત કુલ 60 જેટલી હોસ્પિટલ સહિતની મિલકતો સીલ કરવામાં આવી છે. જ્યારે શૈલેષ પરમારની વાતને સ્વીકારતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમે નવા બિલ્ડિંગ બનાવતા હવે વધુ ધ્યાન રાખીશું. અત્યારે લોકોને AC પહેલા જોઈએ છે. આમ તમામ ચર્ચાઓ બાદ ફાયર સુધારા વિધેયક સર્વ સંમતિથી વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.

Last Updated : Mar 4, 2021, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.