ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના લોકાર્પણ સમયે મહત્વની જાહેરાત કરી હતી કે, રાષ્ટ્રીય કક્ષાની તમામ કોન્ફરન્સ સ્ટેચ્યૂ ઑફ યુનિટી કેવડિયા (Narmada Statue of Unity) ખાતે યોજવામાં આવશે. દેશની પ્રથમ વખત યોજાનારી રમતગમત મિનિસ્ટર નેશનલ કોન્ફરન્સનું (first sports national conference of Country) આયોજન કેવડિયા કોલોની ખાતે કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં કેન્દ્રિય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર સહિત દેશના વિવિધ રાજ્યોના રમતગમત પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
-
Gujarat | Union Minister of Youth Affairs & Sports Anurag Thakur inaugurated 'National Conference of Ministers and Sports of States & UTs' in Kevadia, earlier today pic.twitter.com/WX271hJeh8
— ANI (@ANI) June 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gujarat | Union Minister of Youth Affairs & Sports Anurag Thakur inaugurated 'National Conference of Ministers and Sports of States & UTs' in Kevadia, earlier today pic.twitter.com/WX271hJeh8
— ANI (@ANI) June 24, 2022Gujarat | Union Minister of Youth Affairs & Sports Anurag Thakur inaugurated 'National Conference of Ministers and Sports of States & UTs' in Kevadia, earlier today pic.twitter.com/WX271hJeh8
— ANI (@ANI) June 24, 2022
રમતગમતની પૉલિસી અંગે વિચારો થશે રજૂ - અહીં અલગ અલગ રાજ્યની રમતગમતની પૉલિસી (States sports policy) બાબતે પણ સૌ પોતાના વિચારો એકબીજા સાથે રજૂ કર્યા હતા. તેના દ્વારા દેશના રમતગમતના વિકાસ થાય છે, તે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમ ઈન્ડિયા દિવસોમાં ટીમ ઈન્ડિયા વિશ્વ કક્ષાએ ઉભરી આવે તેના માટે પણ યોગ્ય પગલાં લેવામાં આવશે.
આજથી શરૂ થશે નેશનલ કોંફરન્સ - રાજ્યના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ (Sports Minister Harsh Sanghvi) જણાવ્યું હતું કે, 24 અને 25 જૂને કેવડિયા ખાતે 2 દિવસ દરમિયાન યુવા બાબતો અને રમતગમતના વિષય પર દેશની સૌપ્રથમ નેશનલ સ્પોર્ટ્સ કોન્ફરન્સ યોજાઇ રહી છે. અહીં સ્પોર્ટ્સ અને યુવા બાબતોને લગતા અલગ-અલગ વિષયો પર વ્યક્તવ્ય અને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું, રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના સમર્થનમાં રહેશે હાજર
ખેલાડીઓને યોગ્ય તાલીમ અને ટ્રેનિંગ જરૂરી - રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ (Sports Minister Harsh Sanghvi) વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં સ્પોર્ટ્સ હવે માત્ર અભ્યાસનો વિષય ન બની રહેતા યુવાનોમાં કારકિર્દીનું નવું માધ્યમ બની ગયું છે. નવી પૉલિસી ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, હાઈ પર્ફોર્મન્સ સેન્ટર અને ખાસ કરીને ખેલ મહાકુંભ દ્વારા ગુજરાત રમત ગમત ક્ષેત્રે નવા આયામો સર કરી રહ્યું છે. જ્યારે ખેલાડીઓને યોગ્ય તાલીમ મળી રહે યોગ્ય ન્યુટ્રીશિયનવાળું ભોજન અને તાલીમ માટે શ્રેષ્ઠ સાધનો પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે.
વિચારોનું થશે આદાનપ્રદાન - રમતગમત પ્રધાને (Sports Minister Harsh Sanghvi) જણાવ્યું હતું કે, જ્યારે વિવિધ રાજ્યોમાં વિવિધ યોજનાઓ દ્વારા અને પૉલિસી દ્વારા રમતગમતને આધુનિક અને વિશ્વ કક્ષાએ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આ કોન્ફરન્સમાં વિચારોનું આદાનપ્રદાન પણ કરવામાં આવશે, જેથી આગામી સમયમાં કંઈક વિશેષ કાર્ય થઈ શકે.
આ પણ વાંચો- શાળા પ્રવેશોત્સવ શરૂઆત મુખ્યપ્રધાન બનાસકાંઠાથી કરશે, ગુજરાતની 32,013 સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ આયોજન
આ લોકો રહેશે ઉપસ્થિત - રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ (Sports Minister Harsh Sanghvi) ઉમેર્યું હતું કે, રાજ્યના લગભગ 30 જેટલા પ્રધાન અને 40 જેટલા સચિવ કક્ષાના અધિકારીઓ આ કોન્ફરન્સમાં હાજર રહેશે. આ બે દિવસ દરમિયાન રમત ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને પાયાની સુવિધાઓ બાબતે આ ઉપરાંત ખેલો ઈન્ડિયા મહોત્સવનું (Khelo India Festival) આયોજન રમતગમત ક્ષેત્રેના આગામી આયોજન અને રોડમેપ તથા યુવા બાબતોની આ બાબતમાં સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસો વિશે પણ ચર્ચા કરવામાં આવશે. જ્યારે 25 જૂને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.