ETV Bharat / city

કોરોના વેક્સિન ગાંધીનગર ખાતે કોલ્ડ સ્ટોરેજમાં પહોંચી

કોરોના વાઇરસની રસી હવે ગુજરાતમાં આવી ગઈ છે. આજે સવારે 11 કલાકની આસપાસ કોરોના વાઇરસની રસીનો જથ્થો પૂણેથી હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. જે બાદ ગ્રીન કોરિડોર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનને લાવવામાં આવી હતી.

author img

By

Published : Jan 12, 2021, 3:57 PM IST

કોરોના વેક્સિન
કોરોના વેક્સિન
  • ગાંધીનગર સિવિલમાં રાખાઇ છે વેક્સિન
  • સ્ટોરેજ રૂમમાં ગાંધીનગર સહિત અનેક જિલ્લાની કોરોના વેક્સિન સ્ટોર કરાઈ
  • 16 જાન્યુઆરી પહેલા તમામ જિલ્લામાં પહોંચાડવામાં આવશે કોરોના વેક્સિન

ગાંધીનગર : જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તે કોરોના વાઇરસની રસી હવે ગુજરાતમાં આવી ગઈ છે. આજે સવારે 11 કલાકની આસપાસ કોરોના વાઇરસની રસીનો જથ્થો પૂણેથી હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી હતી. જે બાદ ગ્રીન કોરિડોર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનને લાવવામાં આવી હતી. ગાંધીનગર ખાતે સ્ટોરેજ રૂમ તૈયાર કરીને ગાંધીનગર, ભાવનગર, અમરેલી અને ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં મોકલવામાં આવશે.

કોરોના વેક્સિન ગાંધીનગર ખાતે કોલ્ડ સ્ટોરેજમાં પહોંચી

20 બોક્સ આવ્યા, જ્યારે 9 બોક્સ અમદાવાદ મૂકાયા

વેક્સિન બાબતે ઉત્તર ગુજરાતના રિઝનલ ડિરેક્ટર ડૉક્ટર બીના વડાલીયાએ જણાવ્યું હતું કે, અત્યારે પૂણેથી ગુજરાતમાં કુલ 20 બોગસ કોરોના વાઇરસના ગુજરાતમાં આવ્યા છે. જેમાંથી 9 બોક્ષ અમદાવાદ એરપોર્ટથી સીધા અમદાવાદ માટે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે અહીંયા 11 બોક્ષ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ એરપોર્ટ પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, અત્યારે કુલ 2.45 લાખ ડોઝ આવ્યા છે.

corona vaccine
વેક્સિનને 2થી 4 ડીગ્રી તાપમાનમાં સ્ટોર કરવામાં આવશે

કોરોના વેક્સિન માટેનું જે ડીપ-ફ્રીજ બનાવવામાં આવ્યું છે. તેમાં કોરોનાની વેક્સિનને 2થી 4 ડિગ્રી પર રાખવામાં આવશે. જ્યારે વેક્સિગ જે સ્ટોરેજમાં રાખવામાં આવી છે. તેમાં પણ ડિજિટલ સુવિધા રાખવામાં આવી છે. આ ફ્રિજમાં એક એવી સિસ્ટમ ગોઠવવામાં આવી છે કે, જેનાથી અધિકારીઓને ખબર પડી શકે કે અંદર ક્યા જિલ્લાની કેટલી વેક્સિન છે અને ક્યા જિલ્લામાં ક્યારે કેટલી વિક્સિન મોકલવામાં આવી છે. આમ તમામ પ્રકારની તૈયારીઓ ગુજરાત સરકારે સ્ટોરેજ માટેની પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

વેક્સિન યોગ્ય જ છે, ખોટી ભ્રામક વાતોમાં કોઈ આવે નહીં : વિજય રૂપાણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વેક્સિન યોગ્ય જ છે. ખોટી વાતોમાં કોઈ આવે નહીં જ્યારે મીડિયા પણ વ્યક્તિ બાબતે ખોટા કોન્ટ્રોવર્સીમાં ઉતરે નહીં. જ્યારે સોમવારે PM મોદીએ કરેલી વીડિયો કોન્ફરન્સમાં તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને સૂચના આપી હતી કે, પહેલા સામાન્ય જનતાને અને ફ્રન્ટલાઈન કોરોના વાઇરસને વેક્સિનેશન કરવામાં આવશે. ત્યાર બાદ જ નેતાઓને વેક્સિનેશન કરવામાં આવશે. આમ કોઈ પણ નેતાએ વેક્સિનેશન માટે ઉતાવળ કરવી નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.