ETV Bharat / city

સિરામીક ઉદ્યોગો લો કોસ્ટ ઉત્પાદનથી વર્લ્ડ માર્કેટની સ્પર્ધામાં આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરશે : CM - વિડીયો કોન્ફરન્સ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોરબી સીરામીક ઉદ્યોગની અગ્રગણ્ય વરમોરા ગૃપના બે નવા પ્લાન્ટનું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇ-ખાતમૂર્હત કર્યુ હતું. આ કાર્યક્રમમાં અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ વરમૌરા ગૃપના પ્રકાશ વરમોરા, ભાવેશ વરમોરા અને અગ્રણીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. સીએમ રૂપાણીએ સંબોધન કરતા કહ્યું હતું કે, સિરામીક ઉદ્યોગો લો કોસ્ટ ઉત્પાદનથી વર્લ્ડ માર્કેટમાં સ્પર્ધા કરી વધુ એક્સપોર્ટથી આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થશે.

cm
cm
author img

By

Published : Oct 27, 2020, 6:23 PM IST

  • ગુજરાત સીરામીક ઉદ્યોગોએ ચીન સીરામીક ઉદ્યોગને પાછળ પાડ્યો
  • સરકારે અગાઉ પણ સીરામીક ઉદ્યોગો માટે સીએન્જીમાં 4 રૂપિયાની સહાય આપી છે
  • નવી ટેકનોલોજીથી સીરામીક ઉદ્યોગનો વધુ વિકાસ થયો

ગાંધીનગર: સિરામીક ઉદ્યોગો લો કોસ્ટ ઉત્પાદનથી વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટ સ્પર્ધા કરીને વધુ એક સપોર્ટ દ્વારા આત્મનિર્ભર ભારતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ પાર પાડે તે અતિમહત્વનું છે. આ સંદર્ભમાં મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, મોરબીના સિરામીક ઉદ્યોગોને ઇન્ફ્રાસ્ટ્રચર ડેવલપમેન્ટ સહિતની સુવિધાઓ વિકસાવવા અને લો-કોસ્ટ ઉત્પાદન માટે આવશ્યક સહયોગ આપવાની રાજ્ય સરકારની નેમ પણ છે.

સિરામીક ઉદ્યોગના બે નવા પ્લાન્ટનું ઇ-ખાતમૂર્હત

મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્ય સરકારે તાજેતરમાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝ માટે CNG ગેસના ભાવમાં 4 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. તેની પણ વિગતો આપી હતી. સાથે જ સિરામીક ઉદ્યોગની અગ્રગણ્ય વરમોરા ગૃપના બે નવા પ્લાન્ટનું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યુ હતું. આ કાર્યક્રમમાં અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ વરમોરા ગૃપના પ્રકાશ વરમોરા, ભાવેશ વરમોરા અને અગ્રણીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

CMએ કાર્યક્રમાં કર્યું સંબોધન

રૂપાણીએ વયતવ્ય આપતા જણાવ્યું હતું કે, આજનો યુગ કોમ્પીટીશનનો સ્પર્ધાનો યુગ છે. ગુગલને કારણે દુનિયા નાની બનતી જાય છે. ત્યારે વિશ્વ સાથે બરોબરીમાં કોમ્પીટ કરવા સમયની સાથે પરિવર્તનો પણ આવશ્યક છે. સિરામીક ઉદ્યોગોએ સૂઝબૂઝની પોતાની આગવી ખૂમારીથી સ્વબળે નવી ટેકનીક વિકસાવી ઉદ્યોગ-ધંધાનો વ્યાપ વિસ્તાર્યો છે. ખાસ કરીને મોરબીના સિરામીક ઉદ્યોગે ચાઇનાને હંફાવીને વર્લ્ડ સિરામીક માર્કેટમાં પોતાની આગવી ઇમેજ ઊભી કરી છે અને કબજો મેળવ્યો છે.

નવી ટેકનોલોજીથી સીરામીક ઉદ્યોગનો વધુ વિકાસ થયો

મોરબીના સિરામીક ઉદ્યોગો સ્વનિર્ભર

રૂપાણીએ સૌરાષ્ટ્ર અને મોરબીના MSME એકમો તેમાંય સિરામીક ઉદ્યોગો સંપૂર્ણ સ્વનિર્ભર છે. એટલું જ નહીં, આનુષાંગિક ઉદ્યોગો દ્વારા અનેક લોકોને રોજગારી પણ પૂરી પાડે છે તેની ભૂમિકા આપી હતી. આ વિસ્તારના ઉદ્યોગો ઓઇલ મિલ, સનમાઇકા જેવા ઉદ્યોગ ક્ષેત્રમાંથી સમયાનુકુલ પરિવર્તન કરતા આગળ વધ્યા છે અને હવે સિરામીક ઇન્ડસ્ટ્રીમાં વિશ્વમાં ખ્યાતિ મેળવી છે.

પહેલા કરતા હાલ મોરબીની સ્થિતી સુદ્રઢ બની

આજથી દોઢ દાયકા 15 વર્ષ પહેલાં મોરબીની સ્થિતિ કરતાં વર્તમાન સ્થિતી સુદ્રઢ બની છે. તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ઘડિયાળ ઉદ્યોગ, નળિયા ઉદ્યોગ પછી હવે સિરામીક ઉદ્યોગથી મોરબીએ ચાઇનાથી વધુ લોકલ ઇન્ડસ્ટ્રીઝ અને એન્સીલીયરીઝ અહિં ડેવલપ કરી છે. જ્યારે મોરબીથી 14 હજાર કરોડનું એક્સપોર્ટ થાય છે. હવે આપણે પાયામાંથી જ ઇન્ફ્રાસ્ટ્રકચર એવું મજબૂત કરવું છે કે, સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં ચાઇનાને બદલે લોકો મોરબી જોવા આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.