- ભૂપેન્દ્ર પટેલનું નવું પ્રધાનમંડળ 4.20 કલાકે લેશે શપથ, આજે મળી શકે છે કેબિનેટ બેઠક
- રાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની મંત્રી મંડળ ની શપથવિધિ થશે
- નો રિપીટ ફોર્મ્યુલા હેઠળ પ્રધાનમંડળની રચના
- સાંજે 6 કલાકે કેબિનેટ બેઠક યોજાઇ તેવી શક્યતાઓ
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન તરીકે 11 સપ્ટેમ્બરના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું અને તે સપ્ટેમ્બરના રોજે ગુજરાત રાજ્યના સત્તરમાં મુખ્ય પ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે રાજ ભવનના મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરી હતી. આજે ભુપેન્દ્ર પટેલના સરકારના પ્રધાનો પણ શપથ ગ્રહણ કરે તેવી વાત સામે આવી રહી છે જેમાં 4:20 કલાકે પ્રધાનો શપથ ગ્રહણ કરશે અને ત્યારબાદ સાંજે છ કલાકની આસપાસ ઉપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પ્રથમ કેબિનેટ બેઠક પણ મળશે.
નો રિપીટ થિયરી
ભાજપ પક્ષમાં જેટલા પણ ધારાસભ્યો રાજ્યકક્ષા અથવા તો કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકેની ફરજ બજાવી હશે તેવા એક પણ ધારાસભ્યોને એટલે કે પૂર્વ પ્રધાન અને નવા કેબિનેટમાં સ્થાન આપવામાં નહીં આવે આમ 17 થી 18 ધારાસભ્યોને ભુપેન્દ્ર પટેલ ના મંત્રી મંડળ માં સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે તમામ નવા ચહેરા હોવાનું પણ સામે આવી રહ્યું છે.
આ પણ વાંચો :ઝારખંડ: કાર અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 5 લોકો જીવતા સળગી ગયા
નવા ચહેરા હશે તો સરકારને પડી શકે છે તકલીફ
સ્વર્ણિમ સંકુલ 1 માં અને બેમાં જુના પ્રધાન પોતાના કાર્યાવયો ખાલી કરી રહ્યા છે ત્યારે જે રીતે માહિતી સામે આવી રહી છે કે ઉપેન્દ્ર પટેલની સરકારમાં તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો નવા હશે ત્યારે સંકુલ એક અને બે માં કાર્ય કરતા કર્મચારીઓમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે જો તમામ પ્રધાનો નવા આવશે તો સરકાર ચલાવી ખૂબ મુશ્કેલ પડશે આથી સિનિયર પ્રધાનો ને ફરીથી સ્થાન મળે તેવી શક્યતાઓ પણ સંકુલ એક અને બે માં ચર્ચા દરમિયાન જોવા મળી રહી છે.
આ પણ વાંચો : પંકજ જોષી રાજ્યના નવા અધિક મુખ્ય સચિવ બન્યા
પ્રથમ કેબિનેટ 6 કલાકે મળશે
ભુપેન્દ્ર પટેલના હેઠળ રચાયેલી નવી સરકારના પ્રધાનો 04:20 કલાકે શપથવિધિ કરશે અને ત્યારબાદ સાંજે 6:00 મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને હેઠળ પ્રથમ કેબિનેટ બેઠક મળશે જેમાં રાજ્ય કક્ષા અને કેબિનેટ કક્ષાના પ્રધાનો ને ખાતાની ફાળવણી પણ કરવામાં આવશે.
પ્રધાનો નારાજ
ગુજરાત ના રાજકારણ ના સૌથી મોટા સમાચાર આવ્યા છે. નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમા તમામ સિનિયર્સના પત્તા કપાવા ની સંભાવના જોવા મળી રહી છે. હાલમાં શપથ સમારોહને લઈને પણ કંઈ જ સ્પષ્ટ નથી થયું, તો આ વચ્ચે નો રીપીટ ફોરમ્યુલાથી નારાજ થઈને યોગેશ પટેલ ,બચુ ખાબડ ,કુમાર કાનાણી સહિતના નેતાઓ પૂર્વ સીએમ રુપાણીને રજૂઆત માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે