- દહેગામના એક તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
- મૃતદેહ પર ઈજાના એક પણ નિશાન જોવા ન મળ્યા
- પાણીમાં ડૂબવાથી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
ગાંધીનગરઃ દહેગામના તળાવમાં એક યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. પોલીસને આ અંગેની જાણ થતા અજાણ્યા યુવકની તપાસ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે,આ યુવક દહેગામનો છે અને ભીમરાવપૂરામાં રહે છે. પરિવાર પાસેથી તપાસ કરતા તેનું નામ જગદીશ રાઠોડ હોવાની વાત સામે આવી હતી. 38 વર્ષીય જગદીશના ઘર-પરિવાર પાસેથી પોલીસે તેની વધુ વિગતો હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે પાણીમાં ડૂબી જવાથી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો- બનાસકાંઠાના થરા પાસેથી નર્મદા કેનાલમાંથી વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો
પોસ્ટમોર્ટમ કરાવતા તેના શરીર પર એક પણ ઈજાના નિશાન જોવા મળ્યા નહતા
પોલીસે જગદીશ નામના યુવકનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું હતું, જેમાં તેના શરીર પર એક પણ ઈજાના નિશાન જોવા મળ્યા નહતા. પોલીસે તેના વિશે વધુ જાણકારી મેળવવા તેના પરિવાર પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જગદીશ તખૂજી રાઠોડ તેના ભાઈ ભલાભાઈ સાથે કડિયા કામ કરતો હતો, જેના બે વાર લગ્ન થયા બાદ છૂટાછેડા પણ થઈ ગયા હતા. પોલીસ તપાસમાં જણાવ્યા મુજબ, તેની માનસિક સ્થિતિ સારી નહતી.
આ પણ વાંચો- એક જ કંપનીમાં કામ કરતા બે સહકર્મચારીએ કર્યો આપઘાત
હજી સુધી મોતનું કારણ અકબંધ
ઈજાના નિશાન ન હોવાથી તે કિનારે બેસીને પાણી પીવા ગયા બાદ પણ ડૂબી ગયો હોઈ શકે છે. તે પ્રકારની શંકા પણ સેવાઈ રહી છે, પરંતુ હજી સુધી મોતનું કારણ અકબંધ છે. જોકે, અત્યારે આકસ્મિક પાણીમાં ડૂબી ગયો હોવાથી મોત થયું હોવાથી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.