ETV Bharat / city

વિધાનસભાના ચોમાસુ સત્ર માટે આજે ભાજપની બેઠક મળશે

આજે વિધાનસભામાં ભાજપના તમામ ધારાસભ્યો અને પ્રધાનોની બેઠક સાંજે 6 વાગે યોજવામાં આવશે. જો કે, આ પહેલા કોંગ્રેસ દ્વારા બેઠક યોજાઇ ચૂકી છે. તેમને પણ નવી સરકારને સવાલોથી ઘેરવા માટે તૈયારી કરી લીધી છે, ત્યારે ભાજપની આ બેઠક મહત્વની રહેશે.

વિધાનસભાના ચોમાસુ સત્ર માટે આજે ભાજપની બેઠક મળશે
વિધાનસભાના ચોમાસુ સત્ર માટે આજે ભાજપની બેઠક મળશે
author img

By

Published : Sep 26, 2021, 5:27 PM IST

  • કાલથી બે દિવસ માટે ચોમાસુ સત્ર શરૂ થશે
  • આજે સાંજે 6 વાગે મળશે બેઠક
  • નવા પ્રધાનો વિપક્ષનો કરશે સામનો

ગાંધીનગર : આવતીકાલે વિધાનસભાનું ચોમાસુ સત્ર બે દિવસ માટે શરૂ થશે. સોમવાર અને મંગળવાર એમ બે દિવસ માટે આ સત્ર ચાલશે. જો કે, આ પહેલા જુના પ્રધાનો દ્વારા સત્રમાં જે રીતે વિપક્ષનો સામનો કરાતો હતો, તેમાં નવા પ્રધાનો કઈ રીતે સામનો કરશે એ પણ મહત્વનું રહેશે.

બે દિવસમાં સત્રનો સામનો કરવા માટે ભાજપ રણનિતી ઘડવા સજ્જ બની

વિધાનસભાના બે દિવસમાં સત્રનો સામનો કરવા માટે ભાજપ રણનિતી ઘડવા સજ્જ બની છે. આજે ધારાસભ્યની બેઠક યોજાવાની છે. જેમાં વિપક્ષના આરોપોનો સામનો કરવા શું કરવું તે અંગે રણનીતિ ઘડવામાં આવશે. જો કે, રણનીતિ ઘડવા માટે નવી સરકાર માટે પડકારરૂપ રહેશે. બે દિવસીય સત્રમાં સરકારની કોરોનામાં નિષ્ફળતા અને તૌકતે વાવાઝોડાની સહાય, મોંઘવારી વધતાં પેટ્રોલ-ડીઝલના ભાવ, વર્તમાન કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

વિધાનસભા સત્ર નવા પ્રધાનો માટે ચેલેન્જ

કોંગ્રેસ સરકારના સવાલોનો સામનો કરવા અને વિપક્ષને ઘેરવા માટે કયા પ્રકારની રણનીતિ ઘડવી તેને લઈને તમામ પ્રધાનો અને ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. જેથી વિધાનસભા સત્ર નવા પ્રધાનો માટે ચેલેન્જ સાબિત થશે. વિધાનસભા સત્રમાં તેઓ નવા પ્રધાનોને કેવી રીતે જવાબ આપશે તે જોવાનું રહ્યું. વિધાનસભા સંકુલમાં ભાજપના તમામ સભ્યોને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો- કોરોના કાળ વચ્ચે 21 સપ્ટેમ્બરના રોજ યોજાશે ચોમાસુ સત્ર, જુઓ વિગતવાર અહેવાલ

આ પણ વાંચો- ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો બીજો દિવસ, આ બિલો થશે રજૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.