ETV Bharat / city

ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચારના શ્રીગણેશ કર્યા - Local self government elections

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે, સોમવારે પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે ભાજપે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને ભાજપનું 'થીમ સોંગ અને લોગો' રજૂ કર્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
author img

By

Published : Feb 8, 2021, 7:39 PM IST

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ
  • ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને થીમ લોગો અને થીમ સોન્ગ રજૂ કર્યું
  • ભાજપનું સ્લોગન : 'ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ'

ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે, સોમવારે પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે ભાજપે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને ભાજપનું 'થીમ સોંગ અને લોગો' રજૂ કર્યો હતો. આ સાથે જ ભાજપાના જાહેરાતના હોર્ડિંગની ડિઝાઈન્સ, ફિલ્મ્સ, સોશિયલ મીડિયા માટેની પ્રચાર-પ્રસાર સામગ્રી, ગ્રાફિક ઇન્ટરફેસ વગેરેને પણ લોન્ચ કરાયા હતા.

ભાજપની ડિજિટલ પ્રચાર સામગ્રી

આ સાથે જ ભાજપે એક મિનિટની 40 ફિલ્મ્સ, 20 મોટી ફિલ્મ્સ, હોર્ડિંગ્સની નવી 21 ડિઝાઇન અને 19 GIF લોન્ચ કર્યા હતા. આ પ્રચાર સામગ્રીમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં કરેલા કાર્યોની ઝાંખી જોવા મળી હતી. જે મોટા શહેરોમાં કોર્પોરેશનની ચૂંટણીઓ છે, તેના માટે અલગ થીમ લોગો પણ બનાવવામાં આવ્યો હતો.

ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારના શ્રીગણેશ કર્યા

કોંગ્રેસ પર વાર કરતા સી. આર. પાટીલ

આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કોંગ્રેસ પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે હંમેશા ગુજરાતની સુખાકારીનો વિરોધ કર્યો છે. રિવર ફન્ટ, SVP હોસ્પિટલ, નર્મદા યોજના, રામ મંદિર નિર્માણ, કાંકરિયા લેકફ્રન્ટ, ત્રિપલ તલાકનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. તો 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ને લોખંડના ભંગાર સાથે કોંગ્રેસે સરખાવ્યુ હતું, પરંતુ કોંગ્રેસના દરેક વિરોધમાં ભાજપ હંમેશા મક્કમ રહ્યું છે, જ્યારે ગુજરાતની પ્રજા ભાજપ સાથે અડીખમ ઊભી રહી છે.

ગુજરાતના નેતાઓ કોંગ્રેસને આંખમાં કણાની જેમ ખૂંચે છે : સી. આર. પાટીલ

સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી ઉભા થયેલા નેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, અમિત શાહ હંમેશા કોંગ્રેસને આંખમાં કણાની જેમ ખૂંચતા રહ્યા છે. કોંગ્રેસ હંમેશા ભાજપની પ્રજાલક્ષી, ગરીબલક્ષી ખેડૂતલક્ષી યોજનાનો વિરોધ કરે છે.

ભાજપ પ્રચાર સામગ્રી લોન્ચિંગમાં ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસ, ચૂંટણી સાહિત્ય ઇન્ચાર્જ અતુલ ભાવસાર, પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે, સહ કન્વીનર કિશોર મકવાણા અને સંગઠન મંત્રી મહેશ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.