- ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનરે ભાજપ પ્રદેશ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી
- આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા
- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ઓસ્ટ્રેલિયન પ્રતિનિધીઓને શુભેચ્છા ભેટ આપી
- દિલ્હી ખાતે આવેલ છે, ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનની ઓફિસ
ગાંધીનગર: દરેક દેશમાં બીજા દેશોની એલચી કચેરી આવેલી હોય છે. જે સામાન્યતઃ તે દેશની રાજધાનીમાં હોય છે. ભારતમાં વિદેશની એલચી કચેરીઓ દિલ્હીમાં છે. બુધવારે ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનરે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમની મુલાકાત લીધી હતી. જે પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કમિશનર સાથે વાતચીત કરી હતી અને તેમના પ્રતિનિધિઓને શુભેચ્છા ભેટ આપી હતી.
ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર સોશિયલ મીડિય પર વડાપ્રધાનની કરે છે પ્રશંસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી લોકશાહી રાજકીય પાર્ટી બની છે. સમગ્ર વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય નીતિની પ્રશંસા કરાઇ રહી છે. તેઓએ પાકિસ્તાન અને ચીનને વિશ્વના દેશોથી અલગ-અલગ કરી નાખ્યા છે. તો બીજી તરફ ચીનના વિસ્તારવાદ સામે ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની ધરી રચી છે. ઓસ્ટ્રેલિયાના ભારત ખાતેના હાઈ કમિશ્નર બેરી ઓ’ફેરેલ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની પ્રશંશા કરતા હોય છે.
પરસ્પર સહયોગ અંગે વાતચીત
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનના પ્રતિનિધિઓ સાથે તેમણે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો ઉપરાંત, ઓસ્ટ્રેલિયા અને ગુજરાતના સંબંધોની ચર્ચા કરી હતી. આ ઉપરાંત આર્થિક કો-ઓપરેશન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયન હાઇ કમિશને મોઢેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લીધી
આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન હાઈ કમિશને પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના મેનેજમેન્ટ સાથે મળીને અમદાવાદમાં આવેલા મોઢેરા ક્રિકેટ સ્ટેડિયમની પણ મુલાકાત લીધી હતી.