ETV Bharat / city

આ વર્ષે GST અને બોગસ બિલિંગના આરોપીઓને પકડવામાં કામ કરી ગઇ આ બાબત - Verification of complaint applications online

ગુજરાતમાં GST કરવેરા અને બોગસ બિલિંગનું પ્રમાણ દિવસે દિવસે વધતું નજરે ચડે છે. આ ચાલુ વર્ષ 2022ની વાત કરવામાં આવે તો બોગસ બિલિંગ(Crimes of tax evasion) અને GSTની ચોરીમાં(GST by bogus billing) ઘણા આરોપીને જેલના સળિયા પાછળ કરવામાં આવ્યા છે. આ તમામ કામગીરી ટેક્નોલોજીની મદદથી થતા ઘણી અસરકારક કાર્યવાહી ગુજરાત સરકાર દ્વારા થઇ છે.

આ વર્ષે GST અને બોગસ બિલિંગના આરોપીઓને પકડવામાં કામ કરી ગઇ આ બાબત

author img

By

Published : Jun 7, 2022, 6:31 PM IST

Updated : Jun 8, 2022, 11:12 AM IST

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં GST કર લાગુ કરવામાં આવ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો અનેક લોકો પર GSTમાં ચોરી અને બોગસ બિલિંગ કરીને GST(GST by bogus billing) મેળવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવા લેભાગુ તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાણા વિભાગમાંથી(Gujarat Finance Department) મળતી માહિતી પ્રમાણે વર્ષ 2022માં કર ચોરીના ગુનામાં(Crimes of tax evasion) કુલ 24 આરોપીઓની અને બોગસ બિલિંગ કેસમાં(Bogus billing cases) વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 89 શખ્સોની ધરપકડ કરેલી છે.

GSTના કડક અમલીકરણ માટે રાજ્ય કર વિભાગ દ્વારા મોબાઇલ કોડ ગઠન કર્યું છે.

આ પણ વાંચો: GSTમાં ગયા વર્ષ કરતા 2022માં 20 ટકાનો વધારો નોંધાયો, જાણો કેટલો થયો વેપલો

ઓફલાઈન ફરિયાદ ઓનલાઇન ચેકીંગ - રાજ્ય સરકારના અન્વેષણ વિભાગ દ્વારા GSTમાં થતી ચોરીની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આ બાબતે રાજ્ય વેરા વિભાગની અન્વેષણ શાખા દ્વારા રાજ્ય કર વિભાગને કર ચોરી અંગેની ફરિયાદો સામાન્ય રીતે મળી છે. આવી ફરિયાદ અરજીઓમાં કેટલાક કેસોમાં કરચોરીની વિગતવાર માહિતી અને પુરાવાઓ પણ ફરિયાદી દ્વારા આપવામાં આવે છે. આવી ફરિયાદની અરજીઓની ચકાસણી ઓનલાઈન(Verification of complaint applications online) કરવામાં આવે છે કે જ્યારે જે વ્યક્તિ અથવા તો જે કંપની વિરુદ્ધ ફરિયાદ આવી હોય તેમાં online તપાસ કરવામાં આવે છે અને તપાસમાંથી મળે ઇનપુટના આધારે જે કેસમાં વિસંગતતા જણાય તેવા કેસમાં વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આમ સરકારી વેરાની વસૂલાત માટે સ્ટોક ટાંચ, બેંક ટાંચ, મિલકત ટાંચ તેમજ ITC બ્લોકેજ અને તેને આનુષંગિક કાર્યવાહી તેમ જ દંડકીય કાર્યવાહી પણ કરી છે.

167 કરોડની વસુલાત - રજીસ્ટર વિભાગની પણ ફરિયાદો મળી છે. તેની ઓનલાઈન ચકાસણી અને તપાસ કરવામાં આવી છે ત્યાર બાદ છે તે બિલમાં વાંધાજનક હોય અથવા જે તે વેપારી કંપનીઓ દ્વારા રીબેટ યોજનાનો ખોટો લાભ લીધો હોય તેવા તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કુલ 167 કરોડ રૂપિયાની વસૂલાત પણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. કર ચોરીના ગુનામાં 24 તથા બોગસ બિલિંગના કેસમાં વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 89 આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ નાણા વિભાગ દ્વારા હાથ ધરાઈ છે.

બિલમાં વાંધાજનક હોય અથવા જે તે વેપારી કંપનીઓ દ્વારા રીબેટ યોજનાનો ખોટો લાભ લીધો હોય તેવા તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

વિભાગ દ્વારા જ સ્ક્રુટીની - રાજ્યમાં અનેક વેપારીઓ અથવા તો કંપનીઓ ઓછું બિલ બતાવવાથી ઓછો ટેકસ ભરવો પડે તેવું અનુમાન કરતા હોય છે. કરચોરી માટે બોગસ બિલિંગ પણ કરતા હોય છે. GST દ્વારા એક સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં કરદાતાના કેસમાં તેની કામગીરી કરાઈ છે અને આ કામગીરીમાં અત્યાર સુધીમાં રાજ્ય કર વિભાગ દ્વારા 800.76 કરોડની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધી 557 કરોડની વસૂલાત વેપારીઓ અને કંપનીઓ પાસેથી બાકી છે.

આ પણ વાંચો: GST Collection March 2022: માર્ચમાં GST કલેક્શને ધ્વસ્ત કર્યા રેકોર્ડ, સરકારને 1.42 લાખ કરોડની થઈ આવક

GST મોબાઈલ સ્કવોર્ડ - GSTના કડક અમલીકરણ માટે રાજ્ય કર વિભાગ દ્વારા મોબાઇલ કોડ ગઠન કર્યું છે. જેમાં e way billના અમલીકરણ સંબંધિત કામગીરી કરવામાં આવે છે. જે કેસમાં e-way બિલની જોગવાઈનો ભંગ થાય છે. તેમાં દંડકીય કાર્યવાહી પણ કરાઈ છે. વર્ષ 2021-22 દરમિયાન ગુજરાત રાજ્યની મોબાઇલ સ્કવોડ દ્વારા કુલ 5736 વાહનોનું ચેકિંગ કરીને 185.16 કરોડની સ્થળ પર જ વસૂલાત કરવામાં આવી છે. જ્યારે સ્ટેટ કંટ્રોલ રૂમમાંથી e-way-bill system ના રિપોર્ટના આધારે મોબાઇલ કોડ અને શંકાસ્પદ માલ વાહનના એલર્ટ આપવાની કામગીરી થાય છે. જ્યારે વર્ષ 2021-22માં કુલ 9,48,63,924 ઇ વે બિલ જનરેટ થયા છે. જેમાં 49,13,344 e way billનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે. જ્યારે વર્ષ 2021-22માં e way bill જનરેટ કરવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું છે.

GSTની આવક - ગુજરાત સરકારની ચાલુ વર્ષે માર્ચ 2022 સુધીમાં વેરાની કુલ આવક 86,788.61 કરોડ થયેલી છે, જે ગત વર્ષની તુલનાએ 30 ટકા વધુ છે, જ્યારે GST પેટે વર્ષ 2022 સુધીમાં 45,464.45 કરોડ આવક થઈ હતી. જે ગત વર્ષે 30,697.15 કરોડ સામે 48 ટકા વધુ આવક નોંધાઈ છે. જ્યારે વેટમાં 30,151.89 કરોડની આવક નોંધાઈ હતી.

Last Updated : Jun 8, 2022, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.