ગાંધીનગર : સુરતમાં શિક્ષકોને ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવવાના પરિપત્ર જણાવ્યું છે કે શિક્ષકોએ ત્રણ પાળીમાં ફરજ બજાવવાની રહેશે. એટલે કે ચોવીસ કલાક શિક્ષકોને ચેકપોસ્ટ ઉપર સુરતની અંદર આવંતા લોકોનું હેલ્થ ક્લીનિંગ કરવાની ફરજ પાડવામાં આવી છે. જ્યારે આ પરિપત્રને લઈને શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા જણાવ્યું હતું કે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો પરિપત્ર પ્રમાણે ઓલપાડ અને માંગરોળ તાલુકાના 42 શિક્ષકોને સોંપાઈ ચેક પોસ્ટ પર ડ્યૂટી આપવામાં આવી છે.
શિક્ષક સંઘ દ્વારા આ પરિપત્રનો વિરોધ કરવામાં આવે છે એક બાજુ શિક્ષકોને ઓનલાઇન પણ આવવાની ફરજ પડી છે ત્યારે પણ શિક્ષકોને રોટેશન પ્રમાણે જ બોલાવવામાં આવે છે ત્યારે આ વધારાની ફરજના કારણે ઓનલાઇન શિક્ષણ બગડે તેવી શક્યતાઓ છે. જ્યારે સુરતમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે શિક્ષકોને જે જવાબદારી આપવામાં આવી છે તેના બદલે સ્થાનિક પોલીસ હોમગાર્ડ અથવા તો કોઈપણ સિક્યુરિટી ફોર્સને આ જવાબદારી સોંપવામાં આવે તેવી પણ માગ કરી હતી.