ETV Bharat / city

અમિત શાહે ગાંધીનગર રેલવે સ્ટેશન પર મહિલા સંચાલિત ટી- સ્ટોલનું ઉદ્દઘાટન કરી મુખ્યપ્રધાન સાથે માણી ચા

સમગ્ર દેશમાં રેલવે ટ્રેક પર બનાવવામાં આવેલી ફાઇવ સ્ટાર હોટલ કે જે ગાંધીનગર રેલવે સ્ટેશન પર બનાવવામાં આવી છે. હવે ગાંધીનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ખાતે મહિલા સંચાલિત ટી- સ્ટોલનું પણ એક નવું આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે. ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રજાપતિ સમાજની બહેનો દ્વારા શરૂ કરવામાં આવેલ ટી સ્ટોલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકાર પ્રધાન એવા અમિત શાહ, ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ચા પીને બહેનોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.

Gujarat News
Gujarat News
author img

By

Published : Oct 8, 2021, 3:55 PM IST

Updated : Oct 8, 2021, 6:21 PM IST

  • ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે અમિત શાહે ટી-સ્ટોલનું કર્યું ઉદ્ઘાટન
  • મુખ્યપ્રધાન અને રાજ્ય ગૃહપ્રધાન રહ્યા હાજર
  • સમગ્ર દેશમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે
  • ઓનલાઈન પેમેન્ટની પણ વ્યવસ્થા

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા ગાંધીનગર ખાતે મહિલાઓ અને મહિલા સ્વસહાય જુથ દ્વારા એક ખાસ ટી- સ્ટોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં ફક્ત ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે જ આવી રીતે મહિલા સ્વસહાય જુથ દ્વારા ટી- સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. તેમણે ચાના સ્વાદનો પણ આનંદ માણ્યો હતો. આમ ગાંધીનગરથી શરૂ થયેલા પહેલા તો હવે સમગ્ર દેશના તમામ રેલવે સ્ટેશનમાં લાગુ પડે તેવું પણ આયોજન કરાયું હોવાનું સૂત્ર ગતિ માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

નવરાત્રીમાં અમિત શાહને ગરબાની ભેટ

અમિત શાહે પ્રજાપતિ સમાજની બહેનો સાથે વાર્તાલાપ કરતા પ્રજાપતિ સમાજને આહ્વાન કર્યું હતું કે, પ્રજાપતિ સમાજ પોતાનો પરંપરાગત કામ કરે, ચાકડાની વ્યવસ્થા કરીને માટીના વાસણો બનાવીને પોતાનું આર્થિક ઉત્થાન કરે, આ સાથે જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ તેમની સાથે જ છે. જ્યારે પ્રથમ દિવસે જ ચાની કીટલીના ઉદ્ઘાટન દરમ્યાન અમિત શાહે જાહેરાત કરી હતી કે, પ્રથમ દિવસે જ પાલનપુર રેલવે સ્ટેશન ખાતેથી 5000 કુંડીઓનો ઓર્ડર પણ પ્રાપ્ત થયો છે. માટે હવે આવનારા દિવસોમાં પણ તમામ રેલવે સ્ટેશનથી આવવા પ્રાપ્ત થશે. જેથી તમામ બહેનો તાત્કાલિક ધોરણે પોતાનું પરંપરાગત કામ શરૂ કરે. નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યું છે. આજે સમા પ્રજાપતિ સમાજ દ્વારા ગાંધીનગર રેલવે સ્ટેશનમાં માટીના વાસણો પણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ગરબો ભેટ આપવામાં આવ્યો હતો. જેની ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ વજુભાઈ વાળાએ રૂપિયા 200 ચુકવ્યા હતા.

અમિત શાહે ગાંધીનગર રેલવે સ્ટેશન પર મહિલા સંચાલિત ટી- સ્ટોલનું કર્યુ ઉદ્ઘાટન

આ પણ વાંચો: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 4 ટકા પર યથાવત

14 મહિલાઓને મળશે રોજગારી

મહિલા સ્વસહાય જુથ નાગેશ્વરી સખી બચત મંડળ દ્વારા સંચાલિત ટી-સ્ટોલના મહિલાએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે શરૂ કરાયેલા ટી- સ્ટોલ ખાતે શરૂઆતના તબક્કામાં 14 જેટલી મહિલાઓને રોજગારી મળી છે. આવનારા સમયમાં વધુ મહિલાઓને રોજગારી મળશે. આ ઉપરાંત માટી કામ સાથે જોડાયેલી તમામ મહિલાઓને પણ ટૂંક સમયમાં રોજગારી આપવામાં આવશે. આ સાથે જ માટીના અનેક ઘરવખરીનું વેચાણ પણ રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવશે.

ગાંધીનગર રેલવે સ્ટેશન પર મહિલા સંચાલિત ટી- સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો: પ્રાગસર લેક ઉપર ફિશ માર્કેટ અને રેન બસેરા શરુ કરવાના પ્રપોઝલ ઉપર હાઇકોર્ટે લગાવી રોક

પ્લાસ્ટિક મુક્ત દેશ

વર્તમાન સમયમાં પ્લાસ્ટિક મુક્ત દેશનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે રેલવે સ્ટેશન ખાતે ચા પ્લાસ્ટિકના કપમાં અથવા તો ડીસ્પોસેબલ ગ્લાસમાં આપવામાં આવે છે પરંતુ ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે શરૂ થયેલ મહિલા સ્વ સંચાલિત ટી- સ્ટોલ ખાતે માટીની કુલડીમાં ચાનું વિતરણ કરવામાં આવશે.

Last Updated : Oct 8, 2021, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.