ETV Bharat / city

પોલીસે પકડેલા વિદેશી દારૂમાં પોલીસ કર્મીની પણ શંકાસ્પદ ભૂમિકા

કાયદાનો રક્ષક જ સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યો હોવાની ઘટના રાજ્યના પાટનગરમાં બની છે. ગાંધીનગરના ધોળાકુવા પાસેથી પોલીસે વિદેશી દારૂ પકડ્યો હતો. આ પકડાયેલા દારૂમાં પોલીસ કર્મીની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.

author img

By

Published : Sep 2, 2020, 11:01 PM IST

ગાંધીનગર પોલીસ
ગાંધીનગર પોલીસ

ગાંધીનગરઃ શહેરમાં હવે બુટલેગરોને પોલીસ કર્મીઓ પીઠબળ પૂરું પાડી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. અનેક જગ્યાએ બુટલેગર અને પોલીસ કર્મીઓ સ્ટેન્ડ માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. ત્યારે ધોળાકુવા પાસે મારૂતિ વાનમાં દારૂનું વેચાણ કરતા ઇસમને ગાંધીનગર LCBએ ઝડપી લીધો છે, પરંતુ આ બુટલેગરને ઇન્ફો સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી જ સપોર્ટ કરતો હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જિલ્લા પોલીસ વડાના ધ્યાને આવતા એ અંગે વધું તપાસ હાથ ધરી છે.

ઈન્ફો સિટી પોલીસની હદમાં આવેલા ધોળાકૂવા ખાતેથી તાજેતરમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. LCB-2એ ધોળાકુવા ગામના કૂખ્યાત મુકેશ ગણેશજી ઠાકોરે શરૂ કરેલા દારૂના વેપલા પર દરોડો પાડ્યો હતો. જેમાં તે બલરામ આશ્રમ હોસ્ટેલની પાછળની સાઈડમાં મારૂતી વાનમાં દારૂ સંતાડીને ત્યાંથી લોકોને વહેંચતો હતો. જેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ 162 બોટલો મળી આવી હતી. જેને પગલે પોલીસે 1,14,504ની કિંમતનો દારૂ અને 1 લાખની કિંમતની વાન જપ્ત કરી હતી.

આ સમગ્ર તપાસમાં ઈન્ફો સિટી પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલની શંકાસ્પદ ભૂમિકા હોવાની શંકા સેવાઈ છે. ત્યારે આ સમગ્ર કેસમાં પોલીસે આરોપીની કોલ ડિટેઈલ સહિતની તપાસ આદરી છે. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ આ અગાઉ પણ એક પોલીસ સ્ટેશનમાં દારૂ સગેવગે કરવામાં આ કોન્સ્ટેબલનું નામ ચર્ચાયું હતું. જે કારણે આ કોન્સ્ટેબલની બદલી SP ઓફીસમાં કરવામાં આવી હતી. જે બાદ તેને ઈન્ફો સિટી પોલીસ સ્ટેશનમાં મૂકાયો હતો. ત્યારે ફરીથી આ કોન્સ્ટેબલની ભૂમિકા શંકાસ્પદ લાગતા સમગ્ર મુદ્દે સઘન તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - અમદાવાદ: સસ્પેન્ડેડ પોલીસે કોન્સ્ટેબલે મોકલેલા દારૂ સાથે 3ની ધરપકડ

અમદાવાદ: ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં અનેક વખથ દારૂ પકડાવાના સમાચાર આવે છે. અમદાવાદમાં પણ સ્થાનિક પોલીસ અને PCB અવાર-નવાર કેસ કરી દારૂના જથ્થા સાથે આરોપીઓને પકડી પાડે છે, ત્યારે વસ્ત્રાપુરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપીઓએ પોલીસને જણાવ્યું કે, આ દારૂનો જથ્થો તેમને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલે જ આપ્યો હતો. દારૂની હેરાફેરી કરાવનારો સોલાનો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ હાલ ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.