- ગાંધીનગરમાં કોરોનાના નવા સ્ટ્રેઇનની એન્ટ્રીની શંકા
- ક્લોલના રહેવાસી આવ્યાં કોરોના પોઝિટિવ
- ક્લોલના પાનસરના વ્યક્તિ સાઉથ આફ્રિકાથી આવ્યાં હતાં
ગાંધીનગર : ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તરફથી મળતી માહિતી પ્રમાણે કલોલના પાનસર ગામ ખાતેનો આ વ્યક્તિ જે સાઉથ આફ્રિકાથી પરત ઘેર ફર્યો છે તેનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેને અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. તેને નવા સ્ટ્રેઇનને પગલે અલગ વોર્ડમાં રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ હોળી ધુળેટી પર લાગશે કોરોનાનું ગ્રહણ? રાજ્ય સરકાર કરશે સત્તાવાર જાહેરાત
કોરોનાનો પ્રકાર જાણવા માટે રિપોર્ટ પૂણેે મોકલાશે
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જે નવા સ્ટ્રેઇનના વાઇરસનો કેસ આવ્યો છે તે હજુ પણ ફાઇનલ થયો નથી. જેથી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ અને સેમ્પલ પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. આમ, હવે પૂણેની લેબમાંથી રિપોર્ટનો જવાબ આવે ત્યારે નવા સ્ટ્રેઇનની એન્ટ્રી ગાંધીનગરમાં થઇ છે કે નહીં તે જાણવા મળશે.