- સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી
- હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મુદ્દાને લઈને ફટકાર
- 2 સપ્તાહમાં ફાયર ઓડિટનો રિપોર્ટ જમા કરાવવાનો આદેશ
ન્યૂઝ ડેસ્ક : રાજ્યમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મુદ્દાને લઈને સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે ગુજરાત સરકારને 2 સપ્તાહમાં તમામ હોસ્પિટલોનો ફાયર ઓડિટ રિપોર્ટ જમા કરાવવા આદેશ આપ્યો છે. આ સાથે સરકારે સુપ્રિમ કોર્ટના આદેશોની અવમાનના કરીને કામગીરી કરી હોવાનું પણ કહ્યું છે.
ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોને છૂટછાટ આપવાના મુદ્દે પણ લીધા આડેહાથ
ગુજરાતમાં ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલો હાઈકોર્ટ પહોંચી હતી. ત્યારે રાજ્ય સરકારે કહ્યું હતું કે, હાલ આ હોસ્પિટલો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય. આ મુદ્દાને લઈને જસ્ટિસ શાહે સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે, જ્યારે સુપ્રિમ કોર્ટ આ અંગે કાર્યવાહી કરવાનું કહેતી હોય તો ગુજરાત સરકાર કઈ રીતે કોર્ટની અવમાનના કરીને આ પ્રકારની છૂટછાટ આપી શકે ?