ETV Bharat / city

15 ઓગસ્ટથી ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની કરાઈ શરૂઆત, દૈનિક 6 કરોડ યુનિટનો વપરાશ વધ્યો - 10 hours of electricity

રાજ્યમાં સિઝનમાં પૂરતો વરસાદ ન પડતા મુખ્યપ્રધાન રૂપાણીએ 6 જુલાઈએ ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો હતો. ઊર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને 10 કલાક વીજળી આપવા આવી રહી છે, જેથી દૈનિક 6.50 થી 7 કરોડ વીજ યુનિટનો ઉપયોગ ખેતીવાડી ક્ષેત્રે કરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્ય સરકારને વધુ 300 કરોડનો બોજો પડશે.

15 ઓગસ્ટથી ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની થઈ શરૂઆત

author img

By

Published : Aug 16, 2021, 3:15 PM IST

  • રાજ્યના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની થઈ શરૂઆત
  • 15 ઓગસ્ટના દિવસે સૌથી વધુ ઉપયોગ થયો
  • રોજ સરેરાશ 6.50 કરોડથી વધુ વીજળીનો વપરાશ થશે

ગાંધીનગર : રાજ્યમાં સિઝનનો પૂરતો વરસાદ ન પડવાને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. આથી, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 6 જુલાઈ મંગળવારેના રોજ નિર્ણય કર્યો હતો કે, 7 જુલાઇથી રાજ્યના ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવશે, જે બાબતે આજે સોમવારે રાજ્યના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને 10 કલાક વીજળી આપવા આવી રહી છે, જેથી દૈનિક 6.50 થી 7 કરોડ વીજ યુનિટનો ઉપયોગ ખેતીવાડી ક્ષેત્રે થશે. પટેલ વધુમાં જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટના રોજ ખેતીવાડી ક્ષેત્રે ખેડૂતોને 103 મિલિયન યુનિટ વીજળી આપવામાં આવી છે. જે ગત વર્ષે એટલે કે વર્ષ 2020માં ખેડૂતોને અપાયેલી મહત્તમ દૈનિક વીજળીના 93 મિલિયન યુનિટ કરતાં ૧૦ મિલિયન યુનિટ વધારે છે.

આ પણ વાંચો : રાજ્ય સરકારનો નિર્ણય: ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી

રાજ્યને 300 કરોડનો બોજો પડશે

ઊર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 2 કલાક વધુ વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં સરકાર બહારથી વીજળીની ખરીદી કરશે, જેથી પ્રતિમાસ રાજ્ય સરકારને 300 કરોડનો બોજો પડશે, આમ જ્યાં સુધી રાજ્ય સરકારનો 10 કલાકનો નિર્ણય અમલી રહેશે, ત્યાં સુધી પ્રતિમાસ રાજ્ય સરકારને વધુ 300 કરોડનો બોજો પડશે.

10 કલાક વીજળી આપવાનો નિર્ણય

રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સીઝનની 10 દિવસ અગાઉ શરૂઆત થઇ હતી, પરંતુ છેલ્લા કેટલાય દિવસથી વરસાદના અમી છાંટણા પણ નોંધાયા નથી, ત્યારે હવામાન વિભાગના આગાહી પ્રમાણે રાજ્યમાં 10 થી 15 દિવસ સુધી વરસાદ નહીં પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, આમ રાજ્યમાં વરસાદ 10 દિવસ પાછો ખેંચાયા હોવાના કારણે સરકારે ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : સરકાર બહારથી Electricity ખરીદીને ખેડૂતોને 2 કલાક વધુ વીજળી આપશે, 300 કરોડનો બોજો

સરકાર બહારથી વીજળીની ખરીદી કરશે

રાજ્યના કેબિનેટ પ્રધાન સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોને વધુ 2 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે, ત્યારે રાજ્ય સરકાર આવનારા દિવસોમાં બહારથી વીજળીની ખરીદી કરશે આમ 2 કલાક વધુ વીજળી આપવાના કારણે રાજ્યના ખેડૂતોને કુલ 2 કરોડ થી 2.5 કરોડ યુનિટ વીજળી આપવામાં આવશે, આ પહેલા 7 કરોડ યુનિટનો 8 કલાકની આસપાસ વપરાશ હતો, ત્યારે હવે 10 કલાક વીજળી સમય આપવાથી રાજ્યમાં 9 થી 9.5 કરોડ યુનિટનો વપરાશ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.